મધુબન ખુશ્બુ દેતા હે

મધુબન ખુશ્બુ દેતા હે

મિત્રો,
આજે હું અહી મારા એક મનગમતા અને અતિ પ્રિય એવા ગીત ની વાત કરવા જઈ રહ્યો છું, જે ફક્ત એક ગીત નથી પણ આપણ ને આદર્શ જીવન જીવવા ના પાઠ શીખવતું એક માધ્યમ છે. આ ગીત ના બોલ છે ;
” મધુબન ખુશ્બુ દેતા હે, સાગર સાવન દેતા હે
જીના ઉસકા જીના હે, જો ઔરો કો જીવન દેતા હે ,
મધુબન ખુશ્બુ દેતા હે ….
સુરજ ના બન પાયે તો, બનકે દીપક જલતા ચલ
ફૂલ મિલે યા અંગારે, સચ કી રહો પે ચાલતા ચલ (૨)
પ્યાર દિલો કો દેતા હે, અશ્કો કો દામન દેતા હે
જીના ઉસકા જીના હે, જો ઔરો કો જીવન દેતા હે
મધુબન ખુશ્બુ દેતા હે …….
ચલતી હે લેહેરાકે પવન, કે સાંસ સભી કે ચલતી રહે
લોગો ને ત્યાગ દીએ જીવન, કે પ્રીત દિલો મેં પલતી રહે (૨)
દિલ વો દિલ હે જો ઔરો કો અપની ધડકન દેતા હે
જીના ઉસકા જીના હે, જો ઔરો કો જીવન દેતા હે
મધુબન ખુશ્બુ દેતા હે ……..

આ ગીત, એ ઈ.સ.૧૯૭૮ માં ડાયરેક્ટર સાવનકુમાર વડે બનેલ ” સાજન બીના સસુરાલ ” ફિલ્મ નું છે. જેને સંગીતકાર ઉષા ખન્નાજીએ ગીતકાર ઇન્દીવરજી ના શબ્દો ને લઈને પ્રખ્યાત ગાયક યશુદાસ ના કંઠે સંગીતબદ્ધ કર્યું હતું. આ ગીત ના એક એક શબ્દ કાને પડતા એક અલગ જ દુનિયા માં ગરકી જવાય છે.આ ગીત મારા ખુબજ પ્રિય ગીતો માનું એક છે અને કદાચ એ જ મારું સૌથી પ્રિય ગીત છે એમ કહું તો પણ ઓછુ છે. જયારે જયારે આ ગીત સાંભળું છું તો મને કંઈક અનેરો આનંદ મળે છે.ગીત સંભળાતાવેત જાણે કોઈ ગુરુ આપણ ને શબ્દો ની ગૂંથણી કરીને કાવ્યાત્મક ભાવ થી જીવન ના પાઠ શીખવતા હોય તેવી અનુભૂતિ થાય છે.
આ ગીત ના એક એક શબ્દ આપણ ને જીવન માં સચ્ચાઈનો અને પરમાર્થ નો રાહ દેખાડે છે.

આ ગીત નો ભાવાર્થ કદાચ આવો થઇ શકે છે :
મધુવન એટલે કે ફૂલો નો બગીચો સુમધુર ફોરમ આપી ને આપણા જીવન માં પ્રેમ ની માધુર્યતા લાવે છે અને સાગર એ તાજગીભર્યા પવન લેહરાવી ને સાવન લાવી  ને આપણા જીવન માં અનેરો આનંદ ફેલાવી દે છે. તેમ વ્યક્તિ નું જીવન પણ આ મધુવન અને સાગર જેવું હોવું જોઈએ કે બીજા ના જીવન માં અનેરા આનંદ ની લાગણી લાવી દે.
જો તમે કોઈ જરૂરિયાતમંદ કે દુખી વ્યક્તિ ના જીવન માં એક આશા કે સુખ ની જ્યોત પ્રકટાવવા માટે સુરજ ના બની શકો તો, એક નાની સરખી દીવા ની જ્યોત બની શકો તો પણ ઘણું ઉત્તમ છે. અને તે કરવા માટે જે પથ પર ચાલી રહ્યા છો ત્યાં તમને ફૂલ ( પ્રસંશા કે ખુશીઓ) મળે કે પછી અંગારા ( અવરોધો કે તકલીફો ) મળે તેને ધીરજપૂર્વક પાર કરીને સત્ય ના રાહ પર ચાલતા રહો. જેઓ, બીજા ને પ્રેમ આપે છે અને બેસહારા ને હાથ થી સહારો આપે છે તેનું જીવન એજ શ્રેષ્ઠ જીવન કહેવાય છે.
પવન એ હંમેશા લેહરાતો ચાલતો જ રેહતો હોય છે જેથી દરેક જીવ ના શ્વાસ ચાલતા રહે છે. એટલે કે જીવન માં બની શકે તો પરોપકારી બનીને સતત જરૂરિયાતમંદ ને મદદ કરવા માટે હંમેશા તત્પર રેહશો, તો કોઈ ને કોઈ નિરાશ જિંદગી માં આનંદ ની લાગણી ઉદભવતી રેહશે. લોકો ના હર્દય માં પ્રેમ ની ભાવના ને જાગૃત કરવા અને તેને અખંડ રાખવા કેટલાય સંતો, ચિંતકો, કે સમાજસેવકો એ પોતાના અમુલ્ય જીવન ની બધીજ ખુશીઓ ને ત્યાગી દીધી છે. દિલ ( હર્દય ) એ જ છે કે જે બીજા ના હર્દય માં પોતાની ખરી લાગણી અને પ્રેમ નું રોપણ ( સિંચન ) કરે છે.

– અંતે, અહી ટુંકાણ માં એવું જાણવા માંગું છું કે આ ગીત આપણ ને એટલું જ કહી જાય છે, કે જો તમે કોઈ પણ વ્યક્તિ ના જીવન માં આનંદ ની એક નાની સરખી લહેર રેલાવી દેશો ને તો તમારું જીવન જીવવા નું લક્ષ સાર્થક જણાશે.

” આનંદ લુંટો , આનંદ વેહ્ચો, ને આનંદ માં રહો ”

About વેદાંગ એ. ઠાકર

હું ગરવી ગુજરાત નો એક વડોદરાવાસી છું. મનગમતી વાતો થી આ બ્લોગ ને સજાવી રહ્યો છું. હાર્દિક સ્વાગત કરું છુ મારા બ્લોગ પર તમારું .આપનો વેદાંગ એ. ઠાકર.
This entry was posted in મારી મનગમતી વાતો and tagged , , , , , , , , , , . Bookmark the permalink.

6 Responses to મધુબન ખુશ્બુ દેતા હે

  1. સુંદર ગીત અને સાથે તેટલી જ સરસ સમજાવાની રીત.. 🙂

  2. pravinshah47 કહે છે:

    ખુબ સરસ ગીત. મને ગમતું એક ગીત કહું ?
    “તેરે મેરે હોંઠો પે……….” ફિલ્મ ‘ચાંદની’
    પ્રવીણ

    • દીપક કહે છે:

      હું દસમા ધોરણમાં ભણતો હતો ત્યારની વાત છે. બાલ્કનીમાં ઉભા ઉભા અચાનક આ ગીત સુઝ્યુ, પણ શબ્દો યાદ આવે જ નહિ. ઘર સામે મારાથી બેએક વર્ષ મોટી છોકરીને ગીતો સાંભળવાનો શોખ. એને સાંજે પૂછ્યું એટલે એણે આ ગીતના શબ્દો કહ્યા હતા.

      એ સમયે કેસેટમાં ગીતો રેકોર્ડ કરાવાનો શોખ હતો. આપણા રાજમહેલ રોડ ઉપર જ્યોતિ નામની કેસેટની દુકાનથી આ ગીત રેકોર્ડ કરાવેલું!

  3. smita કહે છે:

    its my all time favourite song . Mitr jyre jyre hu dipreeson ma avi tyre tyre me song samhdu che ane aje achnak tamra blog ma a song vise jou hu to dil thi khus thai gai.hu mara mobile ma pan a ringtone rakhu chu. such nice song .

  4. rahul gajjar કહે છે:

    વંદે માતરમ ગીત ના શબ્દો નો ભાવાર્થ સમજાવો

Leave a comment