ઈચ્છાઓ ની ખેવના


thinking-man-beach-sand-thumb

 

ઉત્સાહ ના ઉમળકા તો ઘણા છે મનમાં,
કંઇક કરવાની ખેવના છે ઘણી જીવનમાં,
છતાંય કંઇક ખૂંટતું હોવાનો ભાસ છે મનમાં,
એ છે દ્રઢ સંકલ્પ નો અભાવ આ જીવનમાં.

Posted in Uncategorized | Leave a comment

પળોજણ ની માયાજાળ


maxresdefault

કેટકેટલાય રંગ બતાવે છે આ મારી જીંદગી,
જીવન પણ દોડતું રહે છે બની ને તરંગી,
પળોજણ બની જાય છે રંગાઈ ને પંચરંગી,
મન પણ ખોજે છે ઉકેલો બની ને સપ્તરંગી.

Posted in Uncategorized | Leave a comment

સર્જન નવી દુનિયા નું…


social-media-488886_640

મિત્રો ઘણા બનાવી રહ્યો છું ફેસબુક પર,
ગપસપ કેટલીય કરી રહ્યો છું વૉટ્સએપ પર,
દુનિયાભર ની ચર્ચા કરી રહ્યો છું ટ્વિટર પર,
નવી દુનિયા બનાવી રહ્યો છું ઇન્ટરનેટ પર.

Posted in Uncategorized | Leave a comment

મહેનત નો રંગ અનોખો ઉમંગ


fg

      જીવન ની રાહ પર દોડી રહ્યો છું,
     મંઝિલ ને દૂર થી હું તાકી રહ્યો છું,
     પ્રયત્નો નો સેતુ બનાવી રહ્યો છું
     મહેનતનો રંગ જોવા મથી રહ્યો છું.

Posted in Uncategorized | Leave a comment

કેમ છો મિત્રો ?


ઘણા લાંબા સમય ના અંતરાલ પછી આપ સૌ ને મળી રહ્યો છું. આપ સૌ ને વેદાંગ ઠાકર ના નમસ્કાર।

namaskar

Posted in Uncategorized | Leave a comment

હેપ્પી હોલી


 

                  હેપ્પી હોલી

સર્વે બ્લોગર મિત્રો ને વેદાંગ ઠાકર ની અંતરંગ વાતો બ્લોગ તરફ થી રંગો થી ભરપુર એવો આ પવિત્ર હોળી ધૂળેટી તહેવાર નિમિત્તે ખુબ ખુબ શુભકામનાઓ. 

Posted in મારી મનગમતી વાતો | Tagged , , , , , , | 1 ટીકા

What Does God Mean ?


Dear Friends,
Mean of God like ; 
So, Brahma – Vishnu – Shiv
( 3 Lord conduct the circulation of creation and destruction of this world ) 
Posted in મારી મનગમતી વાતો | Tagged , , , , , , | 2 ટિપ્પણીઓ

સમય નો બદલાવ આ રીતે પણ સહન કરવો પડે ?


સમય નો બદલાવ આ રીતે પણ સહન કરવો પડે ?  
મિત્રો,
સમય નો બદલાવ કેવો આવી ગયો છે તે તો જુઓ. 
આજે બધાજ ક્ષેત્રો માં જૂની વસ્તુઓ કે વ્યક્તિઓ ની જગ્યાએ નવી વસ્તુઓ કે વ્યક્તિઓ નું રીપ્લેસમેન્ટ બહુજ જલ્દી થવા માંડ્યું છે, કે તેની ધારણા તમે કરીજ ના શકો.
હજુ તો તમે તમારા માં બદલાવ માંડવા નું વિચારતા હસો ત્યાં તો તમારી જગ્યાએ બીજું કોઈ આવી ગયું હશે. જમાનો એટલી હદે સ્પીડ માં વધી રહ્યો છે કે વ્યક્તિ ની ધારણા કરતા વિકાસ ની ગતિ ખુબજ ઝડપી છે. 
આ વાત હું એટલે કરી રહ્યો છું કે મને ઈન્ટરનેટ પર ખોજ્ખોળ કરતા એક કાર્ટૂન મળ્યું જેને જોઇને એવું લાગે છે કે સમય નો બદલાવ કેટલો જબરજસ્ત ફટકો આપી શકે છે.

image link: link 

Posted in મારી મનગમતી વાતો | Tagged , , , , , , , | Leave a comment

ગુજરાતી બ્લોગરો ને શુભકામનાઓ


ગુજરાતી બ્લોગરો ને શુભકામનાઓ 

જય જય ગરવી ગુજરાત. ગુજરાત ના દરેક ગુજરાતીઓ કે જેઓ આ વર્ડપ્રેસ ની દુનિયા ના ગુજરાતી બ્લોગર છે તે સૌ ને મારા વેદાંગ એ. ઠાકર ના નવા વર્ષ ના વધામણા. ૨૦૧૨ નું વર્ષ આપ સૌ ગુજરાતી બ્લોગર ના માટે ખુબજ મંગલમય બને તથા આપ સૌ સફળતા ની ઉંચાઈઓ ને મેળવી શકો તેવી અનેકો અનેકો શુભકામનાઓ. આપ સૌ બ્લોગર મિત્રો માટે : 


” જ્યાં ન પોહેચે રવિ,

  ત્યાં  પોહેચે  કવિ
અને જ્યાં ન પોહેચે કવિ 
ત્યાં પોહેચે ગુજરાત નો ગરવી.”
Posted in મારી મનગમતી વાતો | Tagged , , , , , , , | 2 ટિપ્પણીઓ

Happy New Year 2012


Happy New Year 2012

મિત્રો, 


વર્ષ ૨૦૧૧ પૂરું થવાની તૈયારી કરી રહ્યું છે અને વર્ષ ૨૦૧૨ નવા મંગલમય પ્રવેશ ની તૈયારી કરી રહ્યું છે અને આ કાઉન્ટડાઉન ના આપને સૌ સાક્ષી બની રહ્યા છીએ. તો ચાલો સંપૂર્ણ રીતે આપણે પણ તૈયાર થઇ જઈએ આ નવા વર્ષ ૨૦૧૨ ને પુરા જોશ ઉમંગ થી આવકારવા માટે. 
ચાલો ત્યારે આપણે સૌ ભેગા મળી ને આપણો સાથ આપનાર વર્ષ ૨૦૧૧ ને આપણે હસતા હસતા વિદાય કરીએ. 
મિત્રો, ૩૧ ડીસેમ્બર ૨૦૧૧ ના રોજ આપણે સૌ વર્ષ ૨૦૧૧ માંથી છેલ્લા ૧ ને વિદાય આપી ને તેની જગ્યા પર ૨ ને આવકારીશું. 
ચાલો, ત્યારે આવનાર વર્ષ ૨૦૧૨ ને ખુશીઓ અને ઉમંગ થી વધાવી ને આવકારીએ. 

આવનાર વર્ષ ૨૦૧૨ આપ સૌ મિત્રો, હમસખા, વડીલો તથા મારા બ્લોગર  મિત્રો માટે ખુબજ શુભ ફળદાયી નીવડે અને દરેક આનંદ અને ઉમંગ આપનારું બને તેવી અનેકો શુભેચ્છાઓ.

આપ સૌ નો મિત્ર વેદાંગ એ. ઠાકર ( વડોદરા થી ).

Posted in મારી મનગમતી વાતો | Tagged , , , , , | 3 ટિપ્પણીઓ