બાળપણ ની મીઠી યાદો


બાળપણ ની મીઠી યાદો 

 

બાળપણ  ની યાદો  બની છે  એટલી ન્યારી  

આંખો  સમી  લાવે  છે  એ  સૌ  ક્ષણો  પ્યારી  

મન લલચાયું બનાવવા એ યાદો ની ક્યારી  

પણ બાજી મારી ગઈ મારા હર્દય ની અટારી. 

Advertisements
Posted in પ્રાસ પંક્તિઓ | Tagged , , , , , , | Leave a comment

મદદ વાળા હાથ એ પ્રાથના કરતા હોઠ થી ચઢીયાતા છે !


શું તમને તમારા રોજીંદા ખોરાક ખાવાની ઈચ્છા નથી ?

તો પછી પિઝ્ઝા કેવો રેહશે?   મજા આવશે ને ?

ના મજા આવી?

સારું તો પછી પાસ્તા ?  એ પણ નહિ ?

ઓ કે તો પછી મેક્શીકન ફૂડ ટ્રાય કરો ….

પાછી ના ?  કઈ વાંધો નહિ…. આપણી પાસે વધુ ચોઈસ છે…

હમમમમ……………………………..  ચાયનિઝ   ?????????

નહિ ? તો બર્ગર્સ…સસસસસસસ……………………….

છોડો આ બધું……  ચાલો આપને ઈન્ડીયન ટ્રાય કરીએ.

સાઉથ ઇન્ડિયન ? નાઆઆઆઅ………………..
નોર્થ ઇન્ડિયન  ? નાઆઆઆઆઅ……………..

એનો મૂડ નથી ?

કે પછી આજે ડાયેટ ફૂડ લેવાની ઈચ્છા છે ?????????

ચિંતા ના કરો આપણી પાસે ચોઈસ અગણિત છે……………..

બોલો ટીફીન નું જમણ ?

ફૂલ થાળી ખાવી છે ?

તમારી પાસે આ બધુજ છે …. અથવા તો તમે બીજું કઈ પણ લઇ શકશો……

પરંતુ

તેમની પાસે કોઈ ચોઇસ નથી…..

તેઓ ને જીવવા માટે ફક્ત થોડોક ખોરાક જોઈએ છે.

કોઈ કાફે માં જમતા, ” આ તો ટેસ્ટી નથી ” એમ કહી ને અન્ન ને અવગણતા, ફરી તે લોકો ને યાદ કરજો.

હોટલ માં ખાતા ખાતા ” આ રોટી ખાવી મને નથી ગમતી” એમ કેહતા પેહલા તે લોકો ને યાદ કરજો.

મહેરબાની કરીને

ખાવા નાનો બગાડ કરશો નહિ

( જો તમારે ત્યાં કોઈ પાર્ટી કે પ્રસંગ હોય અને ખાવાનું વધ્યું હોઈ તો ખચકાયા વગર તમે કોલ કરી શકો છો આ નંબર પર )
કોલ –  ૧૦૯૮
( ફક્ત ભારત માં – ગરીબ બાળકો માટેની હેલ્પ લાઇન )
એ લોકો આવી ને તમારી પાસે થી વધેલું ખાવાનું લઇ જશે.
ખરેખર કહેવાય છે કે ” મદદ કરનારા હાથ એ પ્રાથના કરતા હોઠ થી ચઢીયાતા હોઈ છે “

( સોર્સ : મને ઈ- મેઈલ માં મળેલું છે. હું આ અંગ્રેજી મેઈલ ને ગુજરાતી ભાષા માં અહી પ્રસ્તુત કરી રહ્યો છું)

Posted in મારી મનગમતી વાતો | Tagged , , , , , , , , , , , , , , , , , , , | 13 ટિપ્પણીઓ

ભારત નો ભ્રષ્ટાચાર નર્ક માં ગવાય છે


  ભારત નો ભ્રષ્ટાચાર નર્ક માં ગવાય છે 

 

 

 

મિત્રો, સૌ પ્રથમ નમસ્કાર અને ઘણા લાંબા અંતરાલ પછી આવ્યા બદલ માફી.

 

આજે, હું અહી થોડીક વાત કરવા માંગું છું ભારત માં વ્યાપી રહેલા ભ્રષ્ટાચાર ની.

 

એક વાર એક ભારતીય નું મૃત્યુ થયું અને જેમ આપણા શાસ્ત્રો કહે છે તેમ જે વ્યક્તિએ જીવન થોડુક પણ પાપ કર્યું હશે તો તે નર્ક માં જશે, તેમ કદાચ આ ભારતીય નું પણ નસીબ નર્ક માં જવાનું હશે તેમ તે નર્ક માં પહોચ્યો.

 

હવે, બન્યું એવું કે જેવો એ ભારતીય વ્યક્તિ નર્ક માં પહોચે છે તો તેને ત્યાં પૃથ્વી પર ના બધાજ દેશો ની ઘડિયાળ જોવા મળે છે. અને દરેક ઘડિયાળ ના કાંટા ની ઝડપ ઓછીવત્તી હતી. હવે આ વ્યક્તિ ને આ બધી ઘડિયાળો આવી રીતે લટકાવેલી જોઈ ને કુતુહલ જાગ્યું. 

 

તેને તરતજ યમરાજ ને પૂછ્યું કે: ” હે યમરાજ આ પૃથ્વી ના બધાજ દેશો ની ઘડિયાળ તમે લટકાવેલી છે અને તેમની ઝડપ ઓછીવત્તી છે તો તેનું રહસ્ય શું છે ?

 

યમરાજ : ” હે માનવ, આ દરેક દેશ ની ઘડિયાળ ની ઝડપ એ જે તે દેશ માં હાલ માં ચાલી રહેલા ભ્રષ્ટાચાર ની ગતિ બતાવે છે. 

 

તો તરતજ એ ભારતીય માણસે પૂછ્યું: ” હે યમરાજ, પણ આ બધાજ ઘડિયાળ માં મારા ભારત દેશ ની ઘડિયાળ તો દેખાતી નથી ? તો શું અહિયાં પણ ઘડિયાળ ચોરી જઈને અમારા ભારતીય નેતાઓ એ ભ્રષ્ટાચાર કર્યો છે ? 

 

યમરાજ એમની ગાદી પરથી ઉભા થઈને એ ભારતીય ને પોતાના શયન કક્ષ માં લઇ ગયા અને ઉપર ની તરફ આંગળી ચીંધી ને બતાવતા કહ્યું કે : હે માનવ, તમારા ભારત દેશ માં એટલો બધો ભ્રષ્ટાચાર વ્યાપી રહ્યો છે કે જેથી કરીને તમારા દેશ ની ઘડિયાળ નો કાંટો એટલો બધો ઝડપ થી ફરે છે કે મારે મારા શયન કક્ષ માં પંખા ની ગરજ સારે છે. 

 

એ ભારતીય માનવ ની આંખો શરમ થી ઝુકી ગઈ. 

 

ભારત દેશ નો સર્વવ્યાપી આ ભ્રષ્ટાચાર ક્યાં જઈને અટકશે તે તો ખરેખર ભગવાન સિવાય કોઈજ ના કઈ શકે ? બરોબર ને ?

 

જય હિન્દ. વંદે માતરમ.

  

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Posted in મારી મનગમતી વાતો | Tagged , , , , , | Leave a comment

ગળાકાપ હરીફાઈ એટલે શું ?


 

અત્યારના આ ઝડપીયુગ માં દરેક વ્યક્તિ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા એકબીજા જોડે પ્રતિસ્પર્ધા કરી કરી ને ગળાકાપ હરીફાઈભર્યું જીવન જીવી રહ્યો છે.

તો પછી, મોટી મોટી કંપનીઓ પણ બાકી રેહતી હોય ?
દરેક કંપની પોતાની પ્રતિસ્પર્ધી કંપની કરતા કંઈક વધારે કરવા માટે આતુર હોય છે એનું એક ઉદાહરણ નીચે જોવા મળે છે.

 

જેટ એરવેસ કંપનીએ મુંબઈ ના બાન્દ્રા રોડ એરિયા ના એક અતિ વ્યસ્ત રોડ પર એક હોર્ડિંગ આ પ્રમાણે લગાવ્યું.

હવે જુઓ પછી શું થયું ……………………

થોડા દિવસો પછી ……………….

અને અંતે તો જુઓ માની ના શકાય તેવું …………..

બાપુ હવે સમજાયું કે આને કેહવાય ગળાકાપ સ્પર્ધા.
મને ઈન્ટરનેટ ઉપર થી મળેલ આ રમુજભરી માહિતી આપની માટે અહી રજુ કરી છે. જેનો આશય ફક્ત રમુજ કરવાનો છે.
Posted in મારી મનગમતી વાતો | Tagged , , , , , , , , | 3 ટિપ્પણીઓ

ગુલાબ ની સોડમ


 

ગુલાબ ની પરિમલ પ્રસરી એવી
મીઠી થઇ ગઈ યાદો તુરંત એની
આંખોને ગરકાવ કરી દીધી એવી
સપનાઓ માં સોડમ આવી એની

 

Posted in પ્રાસ પંક્તિઓ | Tagged , , , , , , , , | 5 ટિપ્પણીઓ

મધુબન ખુશ્બુ દેતા હે


મધુબન ખુશ્બુ દેતા હે

મિત્રો,
આજે હું અહી મારા એક મનગમતા અને અતિ પ્રિય એવા ગીત ની વાત કરવા જઈ રહ્યો છું, જે ફક્ત એક ગીત નથી પણ આપણ ને આદર્શ જીવન જીવવા ના પાઠ શીખવતું એક માધ્યમ છે. આ ગીત ના બોલ છે ;
” મધુબન ખુશ્બુ દેતા હે, સાગર સાવન દેતા હે
જીના ઉસકા જીના હે, જો ઔરો કો જીવન દેતા હે ,
મધુબન ખુશ્બુ દેતા હે ….
સુરજ ના બન પાયે તો, બનકે દીપક જલતા ચલ
ફૂલ મિલે યા અંગારે, સચ કી રહો પે ચાલતા ચલ (૨)
પ્યાર દિલો કો દેતા હે, અશ્કો કો દામન દેતા હે
જીના ઉસકા જીના હે, જો ઔરો કો જીવન દેતા હે
મધુબન ખુશ્બુ દેતા હે …….
ચલતી હે લેહેરાકે પવન, કે સાંસ સભી કે ચલતી રહે
લોગો ને ત્યાગ દીએ જીવન, કે પ્રીત દિલો મેં પલતી રહે (૨)
દિલ વો દિલ હે જો ઔરો કો અપની ધડકન દેતા હે
જીના ઉસકા જીના હે, જો ઔરો કો જીવન દેતા હે
મધુબન ખુશ્બુ દેતા હે ……..

આ ગીત, એ ઈ.સ.૧૯૭૮ માં ડાયરેક્ટર સાવનકુમાર વડે બનેલ ” સાજન બીના સસુરાલ ” ફિલ્મ નું છે. જેને સંગીતકાર ઉષા ખન્નાજીએ ગીતકાર ઇન્દીવરજી ના શબ્દો ને લઈને પ્રખ્યાત ગાયક યશુદાસ ના કંઠે સંગીતબદ્ધ કર્યું હતું. આ ગીત ના એક એક શબ્દ કાને પડતા એક અલગ જ દુનિયા માં ગરકી જવાય છે.આ ગીત મારા ખુબજ પ્રિય ગીતો માનું એક છે અને કદાચ એ જ મારું સૌથી પ્રિય ગીત છે એમ કહું તો પણ ઓછુ છે. જયારે જયારે આ ગીત સાંભળું છું તો મને કંઈક અનેરો આનંદ મળે છે.ગીત સંભળાતાવેત જાણે કોઈ ગુરુ આપણ ને શબ્દો ની ગૂંથણી કરીને કાવ્યાત્મક ભાવ થી જીવન ના પાઠ શીખવતા હોય તેવી અનુભૂતિ થાય છે.
આ ગીત ના એક એક શબ્દ આપણ ને જીવન માં સચ્ચાઈનો અને પરમાર્થ નો રાહ દેખાડે છે.

આ ગીત નો ભાવાર્થ કદાચ આવો થઇ શકે છે :
મધુવન એટલે કે ફૂલો નો બગીચો સુમધુર ફોરમ આપી ને આપણા જીવન માં પ્રેમ ની માધુર્યતા લાવે છે અને સાગર એ તાજગીભર્યા પવન લેહરાવી ને સાવન લાવી  ને આપણા જીવન માં અનેરો આનંદ ફેલાવી દે છે. તેમ વ્યક્તિ નું જીવન પણ આ મધુવન અને સાગર જેવું હોવું જોઈએ કે બીજા ના જીવન માં અનેરા આનંદ ની લાગણી લાવી દે.
જો તમે કોઈ જરૂરિયાતમંદ કે દુખી વ્યક્તિ ના જીવન માં એક આશા કે સુખ ની જ્યોત પ્રકટાવવા માટે સુરજ ના બની શકો તો, એક નાની સરખી દીવા ની જ્યોત બની શકો તો પણ ઘણું ઉત્તમ છે. અને તે કરવા માટે જે પથ પર ચાલી રહ્યા છો ત્યાં તમને ફૂલ ( પ્રસંશા કે ખુશીઓ) મળે કે પછી અંગારા ( અવરોધો કે તકલીફો ) મળે તેને ધીરજપૂર્વક પાર કરીને સત્ય ના રાહ પર ચાલતા રહો. જેઓ, બીજા ને પ્રેમ આપે છે અને બેસહારા ને હાથ થી સહારો આપે છે તેનું જીવન એજ શ્રેષ્ઠ જીવન કહેવાય છે.
પવન એ હંમેશા લેહરાતો ચાલતો જ રેહતો હોય છે જેથી દરેક જીવ ના શ્વાસ ચાલતા રહે છે. એટલે કે જીવન માં બની શકે તો પરોપકારી બનીને સતત જરૂરિયાતમંદ ને મદદ કરવા માટે હંમેશા તત્પર રેહશો, તો કોઈ ને કોઈ નિરાશ જિંદગી માં આનંદ ની લાગણી ઉદભવતી રેહશે. લોકો ના હર્દય માં પ્રેમ ની ભાવના ને જાગૃત કરવા અને તેને અખંડ રાખવા કેટલાય સંતો, ચિંતકો, કે સમાજસેવકો એ પોતાના અમુલ્ય જીવન ની બધીજ ખુશીઓ ને ત્યાગી દીધી છે. દિલ ( હર્દય ) એ જ છે કે જે બીજા ના હર્દય માં પોતાની ખરી લાગણી અને પ્રેમ નું રોપણ ( સિંચન ) કરે છે.

– અંતે, અહી ટુંકાણ માં એવું જાણવા માંગું છું કે આ ગીત આપણ ને એટલું જ કહી જાય છે, કે જો તમે કોઈ પણ વ્યક્તિ ના જીવન માં આનંદ ની એક નાની સરખી લહેર રેલાવી દેશો ને તો તમારું જીવન જીવવા નું લક્ષ સાર્થક જણાશે.

” આનંદ લુંટો , આનંદ વેહ્ચો, ને આનંદ માં રહો ”
Posted in મારી મનગમતી વાતો | Tagged , , , , , , , , , , | 6 ટિપ્પણીઓ

નવી પ્રભાત નું કિરણ


 

નવી   પ્રભાતે  એક   કિરણ  દેખાણું
દઈ ગયું  ઉગતા સુરજ નું સંભારણું
સ્પર્શ એના સ્પંદનને  હું  શું વખાણું
સુરજમુખી ને પૂછો કેહ્શે હું છું જાણું

Posted in પ્રાસ પંક્તિઓ | Tagged , , , , , , , , | 2 ટિપ્પણીઓ

ગુજરાતી ભાષા બચાવો ચળવળ


ગુજરાતી ભાષા બચાવો ચળવળ

ગુજરાત માંથી ગુજરાતી ભાષા માં પ્રકાશિત થતા ” સંદેશ ” દૈનિકે આજકાલ ” ગુજરાતી ભાષા” ને બચાવવા માટે કમર કસી છે અને ” માતૃભાષા નું મોત એટલે સંસ્કૃતિ નું મોત ” નામ થી ચળવળ ચલાવી છે. અને હું આ આપણી માતૃભાષા ને બચાવવા ના આંદોલન માં ” સંદેશ ” દૈનિક ને મારા બ્લોગ થકી સંપૂર્ણ રીતે ટેકો આપી રહ્યો છું. આ જે પણ લેખક આ કાર્ય આટલી અડગતા થી ચલાવી રહ્યા છે તે લેખક ને હું ખુબ ખુબ અભિનંદન પાઠવું છું, અને તેમને આ ચળવળ આગળ ધપાવવા આ લેખ થકી શુભેચ્છા મોકલી રહ્યો છું.

સંદેશ દૈનિક તેમની રોજ પ્રકાશિત થતી આવૃત્તિ માં આંતરે દિવસે ગુજરાતી માતૃભાષા ને બચાવો વિષે ખુબજ સુંદર અને હકારાત્મક અભિગમ સાથે પ્રેરણા સ્ત્રોત લખાણ લખીને આજકાલ ના અંગ્રેજી માધ્યમ ના સુનામી માં વહી ગયેલા અંગ્રેજી ભાષા થી વટલાયેલા આપણા વ્હાલા ગરવા ગુજરાતીઓ માં આપણી જનેતા સમી માતૃભાષા ગુજરાતી ને બચાવવા જાગૃતિ લાવવા નો અથાગ પ્રયાસ કરી રહ્યું છે.
આજે હું તે પ્રકાશિત કેટલીક આવૃતિઓ માંથી મને પસંદ પડેલા કેટલાક વિશેષ વાક્યો કે વિચારો ને તમારી સમક્ષ રજુ કરી ને મારા તરફ થી સંદેશ દૈનિક ના આ માતૃભાષા બચાવો આંદોલન માં ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી જેટલો ટેકો આપી રહ્યો છું.

તા. ૦૮/૦૨/૧૧ ના રોજ પ્રકાશિત થયેલી આવૃત્તિ માં ” માતૃભાષા નું મોત એટલે સંસ્કૃતિ નું મોત ” માં રજુ થયેલા વિચારો ;

શીર્ષક : બાળકો માં કલ્પના ની ઉડાન ના ધીમા મોત ની ઘડીઓ ગણી રહી છે……….
– અંગ્રેજી નો મોહ ગાંડપણ માં પરિવર્તિત થઇ ગયો છે.
– અંગ્રેજી ભાષા પાછળ નું ગાંડપણ એ હદે વધી ગયું છે કે ગુજરાતી ભાષા હાંસિયા માં ધકેલાય ગઈ છે.
– દરેક માતા પિતા પોતાના સંતાનો ને અંગ્રેજી માધ્યમ ની શાળામાંજ ભણાવવા માંગે છે. પ્રશ્ન એ નથી કે કેમ અંગ્રેજી માધ્યમ માં જ ભણાવે છે ? પ્રશ્ન એ છે કે ગુજરાતી ના ભોગે અંગ્રેજી શા માટે ?
– ગુજરાત માં સ્થિતિ એ છે કે નાના નાના ગામડાઓ માં પણ અંગ્રેજી માધ્યમ ની શાળાઓ ખુલી ગઈ છે. કવાંટ, પાવી જેતપુર, છોટાઉદેપુર, જેવા પછાત વિસ્તારો માં આદિવાસી માતા પિતા ના સંતાનો અંગ્રેજી માધ્યમ માં ભણી રહ્યા છે.
– આપણે ત્યાં ( ગુજરાત માં ) નાણાકીય રોકાણ કરોડો રૂપિયા નું થાય છે પણ ભાષા અને સંસ્કૃતિ નું ધોવાણ થઇ રહ્યું છે. લોકો એ નથી જાણતા કે ભાષા નો એક એક શબ્દ કરોડો રૂપિયા ના ખર્ચે પણ પરત નહીં મળી શકે. હજારો વર્ષ ના પરિશ્રમ પછી એક એક શબ્દ તૈયાર થતો હોય છે.
– અંગ્રેજી ભાષા ગુજરાતી થી સધ્ધર છે તેવું કેહતા વિદ્વાનો ભાષા વિજ્ઞાન માં અભણ છે. તેઓ એ નથી જાણતા કે અંગ્રેજી ની તો પોતાના લીપી પણ નથી. તે રોમન લીપી થી જીવે છે.
– યુનેસ્કો એ તો શિક્ષણ માટે એક નિયમાવલી બનાવી છે અને જણાવ્યું છે કે ધો.૧ થી ૮ સુધી શિક્ષણ તો માતૃભાષા માં જ હોવું જોઈએ.

તા. ૧૧/૦૨/૧૧ ના રોજ પ્રકાશિત થયેલી આવૃત્તિ માં ” માતૃભાષા નું મોત એટલે સંસ્કૃતિ નું મોત ” માં રજુ થયેલા વિચારો ;

શીર્ષક: માતાએ પુત્રને સમજાવવા માટે દુભાષિયો રાખવો પડે તેવી સ્થિતિ
– છેલ્લા ત્રણ દાયકા માં અંગ્રેજી માધ્યમ માં શિક્ષણ નું ગાંડપણ એ હદે વધ્યું છે કે ગુજરાતી માધ્યમ ની શાળાઓ હવે ગરીબ ના ઘરની જેવી બની ગઈ છે.
– ગાંધીજી અંગ્રેજી માં પ્રખર જ્ઞાતા હોવા છતાં તેઓ ગુજરાતી ભાષા માં લખાણ કરતા હતા, એટલે સુધી કે તેઓ એ નવા અને મૌલિક શબ્દો પણ ગુજરાતી ને આપ્યા છે. રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ નો સુંદર ગુજરાતી પર્યાય ” ગોળમેજી પરિષદ ” એટલો તો લોકપ્રિય બન્યો કે આજે પ તે લોકજીભે છે. તો આજે સ્થિતિ એવી છે કે ભગવાન રામ ની વાયા હોલીવુડ એન્ટ્રી થતા રામા થઇ ગયા. આપણે આપણી માતૃભાષા ના શબ્દો નો સ્પસ્ટ ઉચ્ચારણ કરી નથી શકતા.
– એક સમય ના ઝવેરચંદ મેઘાણી, ગોવર્ધનરામ ત્રિપાઠી, કનૈયાલાલ મુન્શી, પન્નાલાલ પટેલ, ર.વ.દેસાઈ, ગૌરીશંકર કે ધૂમકેતુ જેવા મહાન લેખકો ના લેખ ઘરે ઘરે વાંચતા હતા. પણ આજની પેઢી ને ઉપર ના નામો માંથી એક પણ નામ ની ખબર નહિ હોય. હા, પણ ખાલીદ હુશૈની, સ્ટેફની મેયર, જે.આર.ટોલકીન, દીપક ચોપરા, કે ચેતન ભગત વિષે ચોક્કસ જાણતા હશે.એટલું જ નહિ તેમનું સાહિત્ય પણ રસપૂર્વક વાંચતા હશે ( અને એ પણ ઈન્ટરનેટ પર ચોપડી માં નહિ ).
– બાપદાદાઓ એ સાચવી રાખેલા ઉત્તમ ગુજરાતી સાહિત્ય ના પુસ્તકો આજની પેઢી એ પાંચ રૂપિયે કિલો પસ્તી માં પધરાવી દીધા છે.
– સ્થિતિ એ આવી છે કે આપણા સંતાનો ગુજરાતી સાહિત્ય વારસા થી વંચિત ન રહી જાય તે માટે ઉત્તમ ગ્રંથો ને અંગ્રેજી માં ભાષાંતરિત કરીને મુકવા પડે છે. અને નવી પેઢી આ ગુજરાતી સાહિત્ય ને અંગ્રેજી ચશ્માં થી વાંચી રહી છે.
– આ એક એવી સ્થિતિ છે કે એક મા ને પોતાના પુત્ર ને સમજાવવા દુભાષિયો રાખવો પડે. ગુજરાતી ભાષા ની દુર્દશા ની આ ચરમસીમા નથી તો શું છે ?

તા. ૧૩/૦૨/૧૧ ના રોજ પ્રકાશિત થયેલી આવૃત્તિ માં ” માતૃભાષા નું મોત એટલે સંસ્કૃતિ નું મોત ” માં રજુ થયેલા વિચારો ;

શીર્ષક: ભાવિ પેઢી ને ગુજરાતી બોલતા આવડશે પણ લખતા નહીં આવડે
– જે ભાષા માં વિચાર આવતો હોય, સપના આવતા હોય તે ભાષા માતૃભાષા છે.
– શિક્ષણ બાહ્ય પ્રવૃત્તિ છે પણ તેનો સંબંધ આંતરિક પણ છે, વિચારો સાથે શિક્ષણ સબળ રીતે સંકળાયેલું છે.માટે શિક્ષણ, માતૃભાષા માં જ હોવું જોઈએ.
– ભારત માં જે લોકોની ગણતરી વિદ્વાનો માં થાય છે અને જેમના નામની આગળ મહાન લાગે છે તેમાંથી મોટાભાગ ના લોકોએ શિક્ષણ માતૃભાષા માં લીધું છે.
– ભારત ના ગૃહમંત્રી ચિદમ્બરમજી ને રાષ્ટ્રભાષા ના માંડ ૩ શબ્દો આવડે છે, બાકી તો સાંસદો ને અંગ્રેજી ના વરસાદ થી પલાળી દે છે.
– ગાંધીજીએ લખ્યું છે કે આખા સંસાર માં અભાગો દેશ હિન્દુસ્તાન છે કે જેનો વહીવટ વિદેશી ભાષા માં ચાલે છે.
– માતૃભાષા એ મા નું ધાવણ છે તો અંગ્રેજી ભાષા એ બેબી ફૂડ છે. વિકાસ માટે બેબી ફૂડ જરૂરી છે, પણ મા નું ધાવણ તો અનિવાર્ય છે.
– ગુજરાતીઓ ને પોતાની ભાષા પ્રત્યે ગૌરવ નથી. એક દિવસ એવો આવશે કે ગુજરાતી બાળકો કેહેવાતા ગુજરાતી હશે કારણ કે તેઓ ને ગુજરાતી બોલતા અને સમજતા આવડતું હશે પણ લખતા કે વાંચતા નહીં આવડતું હોય.
– ગાલીબ પુરસ્કાર વિજેતા વડોદરા શહેર ના રાષ્ટ્રીય શાયર ખલીલ ધનતેજવી કહે છે ; ” વાત મારી જેને સમજાતી નથી, તે ગમે તે હોય ગુજરાતી નથી.”

તા. ૧૬/૦૨/૧૧ ના રોજ પ્રકાશિત થયેલી આવૃત્તિ માં ” માતૃભાષા નું મોત એટલે સંસ્કૃતિ નું મોત ” માં રજુ થયેલા વિચારો ;

શીર્ષક : અંગ્રેજી માધ્યમ માં ભણતો મોન્ટુ ધો.૫ પછી ગુમસુમ કેમ થાય છે
– મા જે ભાષા માં હાલરડાં ગયા તે ભાષા માતૃભાષા.માતૃભાષા એ રંગસૂત્રો સાથે વણાયેલી હોય છે. એટલે જ જો શિક્ષણ નો પ્રારંભ માતૃભાષા થી કરાય તો બાળક ખુબ સહજતા થી તે ગ્રહણ કરી શકે છે.
– પ્રાથમિક સુધી તો અભ્યાસ ગુજરાતી માં જ હોવો જોઈએ. અંગ્રેજી તો એક ભાષા છે. જે પાછળ થી પણ શીખી શકાય છે. માત્ર, અંગ્રેજી શીખવા બાળકને જિંદગીભર નો શિક્ષણ નો બોજ માથે ન થોપી દેવાય.
– અભણ ગુજરાતીઓ પણ જો અમેરિકા માં જઈને ફાકડું અંગ્રેજી બોલી શકતા હોય તો ભણેલ વિદ્યાર્થી ને અંગ્રેજી ભાષા શીખતા વાર કેટલી લાગે ?


આતો, હતી ” સંદેશ ” દૈનિક માં એક જાગૃત લેખક વડે લખાયેલ ગુજરાતી ભાષા સંસ્કૃતિ ના વિચારો ની વાત.
ઉપર જણાવ્યા પ્રમાણે જે રીત નું અંગ્રેજી ભાષા અને માધ્યમ ની ગેલ્છા આજકાલ જોવા મળી રહી છે, તે જોતા નજીક ના દિવસો માં આપણી નવી પેઢી માં અંગ્રેજી સંસ્કૃતિ વડે વટલાયેલા ગુજરાતીઓ જોવા મળશે નહીકે ગુજરાત ના છેલછબીલા ગુજરાતીઓ. આ અંગ્રેજી સંસ્કૃતિ આપણ ને શું આપી શકવાની, એ તો ફક્ત આપણી સંસ્કૃતિ ના ચીથરે ચીથરા ઉડવા આવી છે. જ્યાં આપણા પિતા ને પપ્પા કહ્યા ત્યાં સુધી તો ઠીક પણ હવે તો “પા” અને તેના થી આગળ વધી ને “ડેડ” (મૃત)  બનાવી દીધા, કે માતા ને “મમ્મી” કહ્યું તો ઠીક પણ હવે ” મોમ ” ( મીણબત્તી ) થઇ ગઈ છે. હવે, જે સંસ્કૃતિ માતા પિતા ને મીણબત્તી જેવા અર્ધમૃતપાય  બનાવી દે તેવી સંસ્કૃતિ થી શી અપેક્ષા રખાય. અરે આતો માતા પિતા ની વાત થઇ, પણ આજકાલ તો “ભાઈ” ને ‘બ્રધર’ માંથી ‘બ્રો’ બનાવી દીધા છે અને “બહેન” ને ‘સિસ્ટર’ માંથી ‘સીસ’ બનાવી દીધી છે.
શું આપણે આપણી પોતાની માતા ને અવગણી ને પારકી માતા ને પોતાની માતા ગણી શકવા ના છે ? તો પછી માતૃભાષા પ્રત્યે આવી અવગણના શા માટે ?  પરપ્રાંત સંસ્કૃતિ ની અપનાવવા ની પણ એક હદ હોય. તેનું એક ઉદાહરણ અહી આપી રહ્યો છું જે આજકાલ ના ભારતીય સંસ્કૃતિ માં આવેલ બદલાવ ને છતું કરશે.
ઉદાહરણ :     અહી, માતૃભાષા ગુજરાતી એટલે = આપણી મા
ગુજરાતી સંસ્કૃતિ એટલે      = આપણે એટલે કે વર ( પરણેલ પુરુષ)
અંગ્રેજી સંસ્કૃતિ એટલે કે     =  વધૂ  ( પત્ની )
અંગ્રેજી ભાષા એટલે કે        =  પારકી મા ( સાસુ મા – પત્ની ની માતા )

અહી, હું એ કેહવા માંગું છું કે ૨૫ વર્ષ સુધી આપણે આપણી માતા જોડે વ્યવહાર રાખીને તેની મમતા ને પ્રેમ ને મહત્વ આપતા હોઈએ છીએ. પણ, જયારે લગ્ન થાય છે ત્યાર પછી પત્ની ની માતા પણ આપણી માતા કહેવાય છે ( એટલે કે સાસુમા ). પણ શું તેનો મતલબ એવો થોડો થઇ જાય છે કે તમારી પત્ની તમારી જિંદગી માં આવતા તેની માતા ને જ તમારી માતા ગણી લેવી ને પોતાની સગી મા ને ભૂલી જવું અથવા તો તેને અવગણી નાખવી ?
પણ હા, આજકાલ આપણા હિંદુ સંસ્કૃતિ ને સમાજ માં એવાજ પડઘા પડી રહ્યા છે કે પોતાની માતા બાજુ એ રહે છે અને સાસુમા ના ડંકા વાગે છે.
બસ, આવુજ કંઈક આપણી માતૃભાષા ગુજરાતી જોડે પણ બની રહ્યું છે. તેને અવગણી એ લોકો ફક્ત અંગ્રેજી સંસ્કૃતિ ( વધૂ ) ની માતા અંગ્રેજી ભાષા ( સાસુમા ) ને પોતાની મા બનાવી દીધી છે અને આપણી પોતાની મા ગુજરાતી ભાષા ને બોલતા શરમ અનુભવે છે.

મને તો આવા ગુજરાતીઓ ને ગુજરાતી કેહતા શરમ આવે છે.

તો, મિત્રો તમે શું વિચારો છો આ ” સંદેશ ” દૈનિક ના ” માતૃભાષા નું મોત એટલે સંસ્કૃતિ નું મોત ” ની ચળવળ વિષે ?

Posted in મારી મનગમતી વાતો | Tagged , , , , , , , , , , , , , | 5 ટિપ્પણીઓ

પ્રેમ નો સુંવાળો સ્પર્શ


 

સુંવાળા   સ્પર્શે   ભીનો   થયો   છું,
મલકાતા  હોઠે   ઘાયલ  થયો   છું
પ્રેમ શબ્દ થી પરિચિત વર્ષોથી છું
પ્રેમ થી અનુભવિત આજે થયો છું.

 

Posted in પ્રાસ પંક્તિઓ | Tagged , , , , , , | 2 ટિપ્પણીઓ

કલમ નો શું દોષ


 

શબ્દો ની  ભરમાર થઇ રહી છે
સુંદર પંક્તિઓ રચાઈ  રહી છે,
કલમ લખવાને  મથી  રહી છે
પણ સહી કરકસર કરી રહી છે.
Posted in પ્રાસ પંક્તિઓ | Tagged , , , , , , | 3 ટિપ્પણીઓ