Category Archives: પ્રાસ પંક્તિઓ

અહી મારી ચાર લાઈન ની પ્રાસ પંક્તિઓ ની રચના જોવા મળશે

વાત કાન માં કહી દઉં


વાત કાન માં કહી દઉં વાત તો અહીં છે ફક્ત આ તારી અને મારી ચાલ કહી દઉં કાનમાં તને આ વાત પ્યારી, જો જે વાર  ન  કરતી હવે તો તું મને નકારી નહિ તો  દુનિયા  કહેશે  કરું છું હું તો … Continue reading

Posted in પ્રાસ પંક્તિઓ | Tagged , , , , , , | Leave a comment

સુખ ની આકાંક્ષા…..


સુખ ની આકાંક્ષા…..   જીવન દેખાય છે મને મારું ધૂંધળું, જાણે ઉડી રહ્યું છે કોઈ રૂ નું પૂમડું મારા નસીબ માં ક્યાં છે એ સુખડું, કે જેથી બને મારું ભવિષ્ય ઉજળું.

Posted in પ્રાસ પંક્તિઓ | Tagged , , , , , , | 1 ટીકા

બાળપણ ની મીઠી યાદો


બાળપણ ની મીઠી યાદો    બાળપણ  ની યાદો  બની છે  એટલી ન્યારી   આંખો  સમી  લાવે  છે  એ  સૌ  ક્ષણો  પ્યારી   મન લલચાયું બનાવવા એ યાદો ની ક્યારી   પણ બાજી મારી ગઈ મારા હર્દય ની અટારી. 

Posted in પ્રાસ પંક્તિઓ | Tagged , , , , , , | Leave a comment

ગુલાબ ની સોડમ


  ગુલાબ ની પરિમલ પ્રસરી એવી મીઠી થઇ ગઈ યાદો તુરંત એની આંખોને ગરકાવ કરી દીધી એવી સપનાઓ માં સોડમ આવી એની  

Posted in પ્રાસ પંક્તિઓ | Tagged , , , , , , , , | 5 ટિપ્પણીઓ

નવી પ્રભાત નું કિરણ


  નવી   પ્રભાતે  એક   કિરણ  દેખાણું દઈ ગયું  ઉગતા સુરજ નું સંભારણું સ્પર્શ એના સ્પંદનને  હું  શું વખાણું સુરજમુખી ને પૂછો કેહ્શે હું છું જાણું

Posted in પ્રાસ પંક્તિઓ | Tagged , , , , , , , , | 2 ટિપ્પણીઓ

પ્રેમ નો સુંવાળો સ્પર્શ


  સુંવાળા   સ્પર્શે   ભીનો   થયો   છું, મલકાતા  હોઠે   ઘાયલ  થયો   છું પ્રેમ શબ્દ થી પરિચિત વર્ષોથી છું પ્રેમ થી અનુભવિત આજે થયો છું.  

Posted in પ્રાસ પંક્તિઓ | Tagged , , , , , , | 2 ટિપ્પણીઓ

કલમ નો શું દોષ


  શબ્દો ની  ભરમાર થઇ રહી છે સુંદર પંક્તિઓ રચાઈ  રહી છે, કલમ લખવાને  મથી  રહી છે પણ સહી કરકસર કરી રહી છે.

Posted in પ્રાસ પંક્તિઓ | Tagged , , , , , , | 3 ટિપ્પણીઓ

હૈયું મોબાઇલ બન્યું


    હૈયું  મારું  મોબાઇલ  બની  બોલી રહ્યું છે દિલ નો તરંગજુથ  નેટવર્ક શોધી રહ્યું છે, હૈયું તારું નેટવર્ક કવરેજ ની બહાર મળે છે વેલેન્ટાઈન ડે આજે છે,  યાદ તો રહ્યું છે ?

Posted in પ્રાસ પંક્તિઓ | Tagged , , , , , , | 2 ટિપ્પણીઓ

પલકારે ભર્ખાયો હું…


ભરખી  ગયો છે  મને  આ  કયા તેજ નો ચમકારો લાગ્યો જરીક  ઉષ્ણ  સ્પર્શે નેણ કેરો આ ઝબકારો હોઠ બીડાઈ ગયા બોલી ને એક શીતલ સિસકારો નેણ ખોલતા સમજાયું છે તારી આંખ નો પલકારો

Posted in પ્રાસ પંક્તિઓ | Tagged , , , , , , , , | 3 ટિપ્પણીઓ

ધોની ની સેના


ધોની ની સેના જીતવા ના  ચાન્સીસ પુરા દેખાય જેના મજબુત  ઈરાદા  છે  જમા  પાસા  એના ઝાંખા પડી ગયા છે ખેલાડીઓ સામેના વર્લ્ડકપ માટે  તૈયાર  છે ધોની ની સેના    

Posted in પ્રાસ પંક્તિઓ | Tagged , , , , , , , | Leave a comment