માતા એ વિધાતા થી શ્રેષ્ઠ છે

માતા એ વિધાતા થી શ્રેષ્ઠ છે 

 
મિત્રો,

આજે આપણે વાત કરીશું વિધાતા અને માતા નો આપણી સાથેના સીધા લેવડ દેવડ ના વ્યવહાર ની, કે જેના થકી હું બતાવવા માંગું છું કે માતા એ વિધાતા થી સર્વશ્રેષ્ઠ છે. 

આપણા હિંદુ ધર્મ ના સર્વશ્રેષ્ઠ ધર્મગ્રંથ શ્રીમદ્દ ભગવદગીતા ના કથન અનુસાર જે પણ જીવ ( વ્યક્તિ ) સંસાર માં રહીને ફક્ત અને ફક્ત માયાનો બાંધણી થઈને બધુજ એના વડે સર્જન થયેલું છે એવું ભ્રામિક ધારણા થી માનવા માંડે અને તેના સમગ્ર જીવન દરમ્યાન તેને મળતા સર્વ જડ – ચેતન સુખો ને મારું મારું કહી ને મોહવશ થયા કરે તો પછી તે જીવ ને અવશ્ય વિધાતા ના લેખ પ્રમાણે ઓછા-વત્તા પ્રમાણ માં દુખ ભોગવવા પણ પડે છે. આ જન્મે નહિ તો આવનારા જન્મે. 

એનાથી, ઉલ્ટું જે જીવ (વ્યક્તિ) તેના જીવન દરમ્યાન તેને મળતા સર્વ સુખ-સંપતિ ને ઈશ્વર નુજ આપેલું સમજે છે અને અંતે ઈશ્વર ને જ અર્પણ કરી દે છે એ પણ કોઈ જાત ના મોહ કે શોક વગર, તો કદાચ આ જીવ (વ્યક્તિ )  એ સંસાર ના બધાજ દુખો ને જીતી જાય છે અને અંતે પરમસુખ પામવા નો અધિકારી બને છે. 

એટલેકે, વિધાતા પણ દરેક જીવ (વ્યક્તિ) જોડે સુખ-દુખ નો વ્યવહાર તે જીવે ( વ્યક્તિએ ) તેના જીવનકાળ દરમ્યાન કરેલ સારા નરસા કર્મો પ્રમાણે બરોબર કરે છે અને એ પણ જોખી જોખી ને. જેમ કે જો જીવે ( વ્યક્તિએ ) ખરાબ કર્મો કાર્ય હશે તો તેના ભાગે દુખ આવશે અને જો સારા કર્મો કાર્ય હશે તો સુખ આવશે.

હવે, હું મૂળ મુદ્દા પર આવું છું. જીવ ( વ્યક્તિ ) સાથે વિધાતા નો વ્યહાર કેવો હશે તે આપણે નીચે પ્રમાણે સમજીએ ;

” મારું મારું કરીશ તો, હું તને મારીશ.”

” તારું તારું કરીશ તો, હું તને તારીશ.”

ભાવાર્થ :  અહી, આ પંક્તિ માં કહેવા માં આવ્યું છે કે જો જીવ ( વ્યક્તિ ) તેના જીવનકાળ દરમ્યાન હંમેશા તેને મળતી દરેક જડ-ચેતન વસ્તુ કે સુખ ને બસ મારું છે ( જેમ કે મારા બાળકો, મારું ઘર, મારા પૈસા, મારી સંપતિ, મારી જમીન ) એમજ માનવે માંડે અને તેનાજ નશા માં ચકચૂર થઇ ને જીવન વ્યતીત કરે છે તો વિધાતા પણ તેને સમય આવે ત્યારે આર્થિક, શારીરિક કે માનસિક થપ્પડ મારે છે કે જેનાથી તેને સત્ય નું ભાન થાય. જો તેના થી ઉલ્ટું જીવ ( વ્યક્તિ ) તેને મળતા દરેક પ્રકાર ના સુખ એ વિધાતા દ્વારા મળતા આશીર્વાદ સમજી ને અંતે વિધાતા ને જ અર્પણ કરી દે છે તો વિધાતા પણ તેને આ ભૌતિકસંસાર માંથી પરમસુખ માં લઇ જાય છે એટલે કે તે જીવ ( વ્યક્તિ ) ને તારે છે. 

હવે, આ જ જીવ ( વ્યક્તિ ) સાથે માતા નો વ્યહાર કેવો હશે તે અહી નીચે દર્શાવ્યું છે ;

” મારું  મારું  કરીશ  તો,  પણ  હું  તને  આશિષ  આપીશ.”
” તારું તારું કરીશ તો, હું તને મમતાભર્યો વ્હાલ આપીશ.”

ભાવાર્થ : આ પંક્તિ માં કહેવા માં આવ્યું છે કે જો વ્યક્તિ તે પોતાની જનેતા જોડે અભદ્ર કે કઠોર વ્યહાર કરે છે અને તેનો તિરસ્કાર કરે છે તો પણ આ જગત માં જેની જોડ ન મળે તેવી આ જનેતા તેના જણેલા દીકરા પ્રત્યે કોઈ પણ પ્રકાર ની તિરસ્કાર ની ભાવના ન લાવી ને તેને શિક્ષા આપવા ને બદલે સુખી થવાના આશિષ આપતી જાય છે. જે દીકરાઓ તેમની માતા પ્રત્યે અપાર પ્રેમ ની લાગણી ધરાવે છે તેને તો માતા ના વિશાળ મમતાભર્યા દરિયા માંથી જયારે જોઈએ ત્યારે પ્રેમરૂપી વ્હાલ મળતો રહે છે પણ જે દીકરાઓ કપૂત થઇ ને આ ઈશ્વર ની અમુલ્ય ભેટ એવી જનેતા ને તરછોડે છે ત્યારે પણ આ જનેતા તેના વ્હાલ અને મમતાભર્યા પ્રેમ ને આપવાનો ગુણધર્મ છોડતી નથી અને તેને સુખી થવાના આશિષ દેતી જાય છે. 

એટલે કે, વિધાતા તો જીવ ( વ્યક્તિ ) જોડે જેવા સાથે તેવા નો વ્યહાર કરશે પણ આ વિશ્વ ની શ્રેષ્ઠ વિભૂતિ એવી આ જનેતા તો સપુત કે કપૂત દીકરાઓ સાથે એકજ વ્યહાર કરે છે અને એ પણ તેના મમતાભર્યા પ્રેમ અને વ્હાલ નો. 

તો, મિત્રો – વડીલો – આદરણીય વાચકો હું અહી ફક્ત અને ફક્ત એજ જણાવા માંગું છું કે જગત નો સર્જનહાર પણ જેની સામે શીશ ઝુકાવી ને સાદર પ્રણામ કરે છે તેવી આ જનેતા તે જગત ના વિધાતા થી પણ શ્રેષ્ઠ છે. 

” માં “
” તું છે ઈશ્વર ની કૃપા, માં.”
” તું છે પ્રભુ ની પ્રતિકૃતિ, માં.”
” તું છે મમતા નો દરિયો, માં.”
” તું છે અવિરત વેહતી પ્રેમરૂપી સરિતા, માં.”
” તું છે ઈશ્વર નું શ્રેષ્ઠ સર્જન, માં.”

તને કોટી કોટી વંદન, માં
Advertisements

About વેદાંગ એ. ઠાકર

હું ગરવી ગુજરાત નો એક વડોદરાવાસી છું. મનગમતી વાતો થી આ બ્લોગ ને સજાવી રહ્યો છું. હાર્દિક સ્વાગત કરું છુ મારા બ્લોગ પર તમારું .આપનો વેદાંગ એ. ઠાકર.
This entry was posted in મારી ગદ્ય રચનાઓ and tagged , , , , , , , , , , , . Bookmark the permalink.

One Response to માતા એ વિધાતા થી શ્રેષ્ઠ છે

  1. આજના મંગલ પ્રભાતે આપને તથા આપના કુટુંબીજનોને
    ૨૦૧૨ ના મંગલ નુતન વર્ષની શુભ કામના

    આવ્યો છે આજ અવસરીયો રૂડો આનંદોને ઉલ્હાસોને
    બે હજાર બારનાં વધામણાં કરી (૨) નવા વરસને વધાવો ને… આવ્યો.

    સ્વપ્ન જેસરવાકર ( પરાર્થે સમર્પણ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s