કલમ નો કક્કો

કલમ નો કક્કો 

મિત્રો, 

આજે હું મારા વિચારો માં આવેલ એક પદ્ય કે જેમાં મેં કવિ ની કલમ માટે જે લાગણી અનુભવીને તેને શબ્દોરૂપી રચના બનાવી તે આપની સમક્ષ રજુ કરી રહ્યો છું. જેમાં કદાચ મારી શબ્દો માં કે તેના ભાવ માં કે પછી જોડણીમાં જો કોઈ ક્ષતિ હોય તો તેની મને અવશ્ય જાણ કરશો, સાથે સાથે મને આશા છે કે આપ તેને આનંદ થી માણશો.

કલમ નો કક્કો 
 
જો કવિ માટે કોઈ અગત્ય ની વસ્તુ હોય ને તો તે છે તેની કલમ. કવિહર્દય કરતા પણ કદાચ મારી નજરે કવિ કલમ નું મહત્વ છે. જે અહી મેં મારા આ પદ્ય માં રજુ કરવાનો નાનકડો પ્રયાસ કર્યો છે.

વિ ની તે કલમ એવી ઊપડી  
ડિયા માં જઈ ને તે ખુબ ડૂબી,
ણપતિ નું નામ સ્મરીને
ડવા લાગી શબ્દો ત્વરિત,
ચાર પંક્તિઓ રચીને તેણે
લકાવી સરિતા શબ્દોની,
જીવન બતાવી દીધું છે અહીં
રુખે કાવ્યરૂપી મહેલ તણી,
ક ટક કરતી ઘડિયાળ ચાલે
ક ઠક કરતી કલમ ચાલે,
ગવાનું તે નામ જ ન લેતી
સડાઈ ને તે ઘસાવાનું પસંદ કરતી,
 તેનો ગોલાઈએ ફરતો
ત્પર શબ્દો માં સહી વેરતો,
થોડાક થી તેનું પેટ ન ભરાતું
સ મણ જેવા શબ્દો ઠાલવતી,
ક ધક થાય છે કવિ હર્દયમાં
નાદ સંભળાય છે કલમ સહીમાં,
રિચિત બનાવે કવિરસ ની તે
ફેલાવી સુગંધ સહીરસ ની તે,
બંક મારે જો કવિ શબ્દોમહી
રમાવે કલમને ત્યાં સહી,
રજી ચાલે છે હર્દયકવિ ની
યાતના સહે છે કલમ કવિ ની,
સપાન થાય છે કાવ્યના ક્યારે
ખાય છે કલમના પરિશ્રમથી જયારે,
વાહ વાહ મેળવે છે કવિતા જ સૌ ની 
શું જુજ લાગણી મળે છે કલમને સૌ ની ?
” ષટકોણ ને તો સૌ બોલે છે,
” સહી કલમની ને કોણ બોલે છે?
ળવાશ અનુભવે કવિ કવિતાની અંતે
 ની નવરાશ મળે છે કલમની ખંતે,
ક્ષણવાર પર અટક્યા વગર કલમ
જ્ઞાન કવિ નું લખે છે થાક્યા વગર. 
Advertisements

About વેદાંગ એ. ઠાકર

હું ગરવી ગુજરાત નો એક વડોદરાવાસી છું. મનગમતી વાતો થી આ બ્લોગ ને સજાવી રહ્યો છું. હાર્દિક સ્વાગત કરું છુ મારા બ્લોગ પર તમારું .આપનો વેદાંગ એ. ઠાકર.
This entry was posted in મારી પદ્ય રચનાઓ and tagged , , , , , , , , , , , . Bookmark the permalink.

7 Responses to કલમ નો કક્કો

 1. MARKAND DAVE કહે છે:

  ક્ષણવાર પર અટક્યા વગર કલમ

  VERY NICE..!!

 2. Harshad / Madhav કહે છે:

  Khub saras rachana Vedangbhai, ane sathe sathe janmdivas ni khub khub shubkamanao pan. 🙂

 3. વાહ વેદાંગભાઈ

  તમારા બ્લોગ પરથી જવાનું મન થતુ નથી ભાઈ

  હું તમને મળવામાં ખુબ મોડો પડ્યો સાહેબ

  આપનો બ્લોગ ખજાનાથી ભરપુર છે.

  લગભગ અવાર – નવાર મળતા રહીશું ભાઈ

  • ડોક્ટર સાહેબ,
   આપનો ખુબ ખુબ આભાર. આપ જેવા અનુભવી હસ્તિ થકી આશીર્વાદ મળી જાય તો હું પોતાને અહોભાગી માનીશ. આપ જેવા વડીલ વ્યક્તિ અમને માર્ગદર્શન આપતા રહે તેજ આશા.

 4. ASHIT DESAI કહે છે:

  sunder prayatna..
  god bless.
  ashit desai

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s