ગુજરાતી ભાષા બચાવો ચળવળ

ગુજરાતી ભાષા બચાવો ચળવળ

ગુજરાત માંથી ગુજરાતી ભાષા માં પ્રકાશિત થતા ” સંદેશ ” દૈનિકે આજકાલ ” ગુજરાતી ભાષા” ને બચાવવા માટે કમર કસી છે અને ” માતૃભાષા નું મોત એટલે સંસ્કૃતિ નું મોત ” નામ થી ચળવળ ચલાવી છે. અને હું આ આપણી માતૃભાષા ને બચાવવા ના આંદોલન માં ” સંદેશ ” દૈનિક ને મારા બ્લોગ થકી સંપૂર્ણ રીતે ટેકો આપી રહ્યો છું. આ જે પણ લેખક આ કાર્ય આટલી અડગતા થી ચલાવી રહ્યા છે તે લેખક ને હું ખુબ ખુબ અભિનંદન પાઠવું છું, અને તેમને આ ચળવળ આગળ ધપાવવા આ લેખ થકી શુભેચ્છા મોકલી રહ્યો છું.

સંદેશ દૈનિક તેમની રોજ પ્રકાશિત થતી આવૃત્તિ માં આંતરે દિવસે ગુજરાતી માતૃભાષા ને બચાવો વિષે ખુબજ સુંદર અને હકારાત્મક અભિગમ સાથે પ્રેરણા સ્ત્રોત લખાણ લખીને આજકાલ ના અંગ્રેજી માધ્યમ ના સુનામી માં વહી ગયેલા અંગ્રેજી ભાષા થી વટલાયેલા આપણા વ્હાલા ગરવા ગુજરાતીઓ માં આપણી જનેતા સમી માતૃભાષા ગુજરાતી ને બચાવવા જાગૃતિ લાવવા નો અથાગ પ્રયાસ કરી રહ્યું છે.
આજે હું તે પ્રકાશિત કેટલીક આવૃતિઓ માંથી મને પસંદ પડેલા કેટલાક વિશેષ વાક્યો કે વિચારો ને તમારી સમક્ષ રજુ કરી ને મારા તરફ થી સંદેશ દૈનિક ના આ માતૃભાષા બચાવો આંદોલન માં ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી જેટલો ટેકો આપી રહ્યો છું.

તા. ૦૮/૦૨/૧૧ ના રોજ પ્રકાશિત થયેલી આવૃત્તિ માં ” માતૃભાષા નું મોત એટલે સંસ્કૃતિ નું મોત ” માં રજુ થયેલા વિચારો ;

શીર્ષક : બાળકો માં કલ્પના ની ઉડાન ના ધીમા મોત ની ઘડીઓ ગણી રહી છે……….
– અંગ્રેજી નો મોહ ગાંડપણ માં પરિવર્તિત થઇ ગયો છે.
– અંગ્રેજી ભાષા પાછળ નું ગાંડપણ એ હદે વધી ગયું છે કે ગુજરાતી ભાષા હાંસિયા માં ધકેલાય ગઈ છે.
– દરેક માતા પિતા પોતાના સંતાનો ને અંગ્રેજી માધ્યમ ની શાળામાંજ ભણાવવા માંગે છે. પ્રશ્ન એ નથી કે કેમ અંગ્રેજી માધ્યમ માં જ ભણાવે છે ? પ્રશ્ન એ છે કે ગુજરાતી ના ભોગે અંગ્રેજી શા માટે ?
– ગુજરાત માં સ્થિતિ એ છે કે નાના નાના ગામડાઓ માં પણ અંગ્રેજી માધ્યમ ની શાળાઓ ખુલી ગઈ છે. કવાંટ, પાવી જેતપુર, છોટાઉદેપુર, જેવા પછાત વિસ્તારો માં આદિવાસી માતા પિતા ના સંતાનો અંગ્રેજી માધ્યમ માં ભણી રહ્યા છે.
– આપણે ત્યાં ( ગુજરાત માં ) નાણાકીય રોકાણ કરોડો રૂપિયા નું થાય છે પણ ભાષા અને સંસ્કૃતિ નું ધોવાણ થઇ રહ્યું છે. લોકો એ નથી જાણતા કે ભાષા નો એક એક શબ્દ કરોડો રૂપિયા ના ખર્ચે પણ પરત નહીં મળી શકે. હજારો વર્ષ ના પરિશ્રમ પછી એક એક શબ્દ તૈયાર થતો હોય છે.
– અંગ્રેજી ભાષા ગુજરાતી થી સધ્ધર છે તેવું કેહતા વિદ્વાનો ભાષા વિજ્ઞાન માં અભણ છે. તેઓ એ નથી જાણતા કે અંગ્રેજી ની તો પોતાના લીપી પણ નથી. તે રોમન લીપી થી જીવે છે.
– યુનેસ્કો એ તો શિક્ષણ માટે એક નિયમાવલી બનાવી છે અને જણાવ્યું છે કે ધો.૧ થી ૮ સુધી શિક્ષણ તો માતૃભાષા માં જ હોવું જોઈએ.

તા. ૧૧/૦૨/૧૧ ના રોજ પ્રકાશિત થયેલી આવૃત્તિ માં ” માતૃભાષા નું મોત એટલે સંસ્કૃતિ નું મોત ” માં રજુ થયેલા વિચારો ;

શીર્ષક: માતાએ પુત્રને સમજાવવા માટે દુભાષિયો રાખવો પડે તેવી સ્થિતિ
– છેલ્લા ત્રણ દાયકા માં અંગ્રેજી માધ્યમ માં શિક્ષણ નું ગાંડપણ એ હદે વધ્યું છે કે ગુજરાતી માધ્યમ ની શાળાઓ હવે ગરીબ ના ઘરની જેવી બની ગઈ છે.
– ગાંધીજી અંગ્રેજી માં પ્રખર જ્ઞાતા હોવા છતાં તેઓ ગુજરાતી ભાષા માં લખાણ કરતા હતા, એટલે સુધી કે તેઓ એ નવા અને મૌલિક શબ્દો પણ ગુજરાતી ને આપ્યા છે. રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ નો સુંદર ગુજરાતી પર્યાય ” ગોળમેજી પરિષદ ” એટલો તો લોકપ્રિય બન્યો કે આજે પ તે લોકજીભે છે. તો આજે સ્થિતિ એવી છે કે ભગવાન રામ ની વાયા હોલીવુડ એન્ટ્રી થતા રામા થઇ ગયા. આપણે આપણી માતૃભાષા ના શબ્દો નો સ્પસ્ટ ઉચ્ચારણ કરી નથી શકતા.
– એક સમય ના ઝવેરચંદ મેઘાણી, ગોવર્ધનરામ ત્રિપાઠી, કનૈયાલાલ મુન્શી, પન્નાલાલ પટેલ, ર.વ.દેસાઈ, ગૌરીશંકર કે ધૂમકેતુ જેવા મહાન લેખકો ના લેખ ઘરે ઘરે વાંચતા હતા. પણ આજની પેઢી ને ઉપર ના નામો માંથી એક પણ નામ ની ખબર નહિ હોય. હા, પણ ખાલીદ હુશૈની, સ્ટેફની મેયર, જે.આર.ટોલકીન, દીપક ચોપરા, કે ચેતન ભગત વિષે ચોક્કસ જાણતા હશે.એટલું જ નહિ તેમનું સાહિત્ય પણ રસપૂર્વક વાંચતા હશે ( અને એ પણ ઈન્ટરનેટ પર ચોપડી માં નહિ ).
– બાપદાદાઓ એ સાચવી રાખેલા ઉત્તમ ગુજરાતી સાહિત્ય ના પુસ્તકો આજની પેઢી એ પાંચ રૂપિયે કિલો પસ્તી માં પધરાવી દીધા છે.
– સ્થિતિ એ આવી છે કે આપણા સંતાનો ગુજરાતી સાહિત્ય વારસા થી વંચિત ન રહી જાય તે માટે ઉત્તમ ગ્રંથો ને અંગ્રેજી માં ભાષાંતરિત કરીને મુકવા પડે છે. અને નવી પેઢી આ ગુજરાતી સાહિત્ય ને અંગ્રેજી ચશ્માં થી વાંચી રહી છે.
– આ એક એવી સ્થિતિ છે કે એક મા ને પોતાના પુત્ર ને સમજાવવા દુભાષિયો રાખવો પડે. ગુજરાતી ભાષા ની દુર્દશા ની આ ચરમસીમા નથી તો શું છે ?

તા. ૧૩/૦૨/૧૧ ના રોજ પ્રકાશિત થયેલી આવૃત્તિ માં ” માતૃભાષા નું મોત એટલે સંસ્કૃતિ નું મોત ” માં રજુ થયેલા વિચારો ;

શીર્ષક: ભાવિ પેઢી ને ગુજરાતી બોલતા આવડશે પણ લખતા નહીં આવડે
– જે ભાષા માં વિચાર આવતો હોય, સપના આવતા હોય તે ભાષા માતૃભાષા છે.
– શિક્ષણ બાહ્ય પ્રવૃત્તિ છે પણ તેનો સંબંધ આંતરિક પણ છે, વિચારો સાથે શિક્ષણ સબળ રીતે સંકળાયેલું છે.માટે શિક્ષણ, માતૃભાષા માં જ હોવું જોઈએ.
– ભારત માં જે લોકોની ગણતરી વિદ્વાનો માં થાય છે અને જેમના નામની આગળ મહાન લાગે છે તેમાંથી મોટાભાગ ના લોકોએ શિક્ષણ માતૃભાષા માં લીધું છે.
– ભારત ના ગૃહમંત્રી ચિદમ્બરમજી ને રાષ્ટ્રભાષા ના માંડ ૩ શબ્દો આવડે છે, બાકી તો સાંસદો ને અંગ્રેજી ના વરસાદ થી પલાળી દે છે.
– ગાંધીજીએ લખ્યું છે કે આખા સંસાર માં અભાગો દેશ હિન્દુસ્તાન છે કે જેનો વહીવટ વિદેશી ભાષા માં ચાલે છે.
– માતૃભાષા એ મા નું ધાવણ છે તો અંગ્રેજી ભાષા એ બેબી ફૂડ છે. વિકાસ માટે બેબી ફૂડ જરૂરી છે, પણ મા નું ધાવણ તો અનિવાર્ય છે.
– ગુજરાતીઓ ને પોતાની ભાષા પ્રત્યે ગૌરવ નથી. એક દિવસ એવો આવશે કે ગુજરાતી બાળકો કેહેવાતા ગુજરાતી હશે કારણ કે તેઓ ને ગુજરાતી બોલતા અને સમજતા આવડતું હશે પણ લખતા કે વાંચતા નહીં આવડતું હોય.
– ગાલીબ પુરસ્કાર વિજેતા વડોદરા શહેર ના રાષ્ટ્રીય શાયર ખલીલ ધનતેજવી કહે છે ; ” વાત મારી જેને સમજાતી નથી, તે ગમે તે હોય ગુજરાતી નથી.”

તા. ૧૬/૦૨/૧૧ ના રોજ પ્રકાશિત થયેલી આવૃત્તિ માં ” માતૃભાષા નું મોત એટલે સંસ્કૃતિ નું મોત ” માં રજુ થયેલા વિચારો ;

શીર્ષક : અંગ્રેજી માધ્યમ માં ભણતો મોન્ટુ ધો.૫ પછી ગુમસુમ કેમ થાય છે
– મા જે ભાષા માં હાલરડાં ગયા તે ભાષા માતૃભાષા.માતૃભાષા એ રંગસૂત્રો સાથે વણાયેલી હોય છે. એટલે જ જો શિક્ષણ નો પ્રારંભ માતૃભાષા થી કરાય તો બાળક ખુબ સહજતા થી તે ગ્રહણ કરી શકે છે.
– પ્રાથમિક સુધી તો અભ્યાસ ગુજરાતી માં જ હોવો જોઈએ. અંગ્રેજી તો એક ભાષા છે. જે પાછળ થી પણ શીખી શકાય છે. માત્ર, અંગ્રેજી શીખવા બાળકને જિંદગીભર નો શિક્ષણ નો બોજ માથે ન થોપી દેવાય.
– અભણ ગુજરાતીઓ પણ જો અમેરિકા માં જઈને ફાકડું અંગ્રેજી બોલી શકતા હોય તો ભણેલ વિદ્યાર્થી ને અંગ્રેજી ભાષા શીખતા વાર કેટલી લાગે ?


આતો, હતી ” સંદેશ ” દૈનિક માં એક જાગૃત લેખક વડે લખાયેલ ગુજરાતી ભાષા સંસ્કૃતિ ના વિચારો ની વાત.
ઉપર જણાવ્યા પ્રમાણે જે રીત નું અંગ્રેજી ભાષા અને માધ્યમ ની ગેલ્છા આજકાલ જોવા મળી રહી છે, તે જોતા નજીક ના દિવસો માં આપણી નવી પેઢી માં અંગ્રેજી સંસ્કૃતિ વડે વટલાયેલા ગુજરાતીઓ જોવા મળશે નહીકે ગુજરાત ના છેલછબીલા ગુજરાતીઓ. આ અંગ્રેજી સંસ્કૃતિ આપણ ને શું આપી શકવાની, એ તો ફક્ત આપણી સંસ્કૃતિ ના ચીથરે ચીથરા ઉડવા આવી છે. જ્યાં આપણા પિતા ને પપ્પા કહ્યા ત્યાં સુધી તો ઠીક પણ હવે તો “પા” અને તેના થી આગળ વધી ને “ડેડ” (મૃત)  બનાવી દીધા, કે માતા ને “મમ્મી” કહ્યું તો ઠીક પણ હવે ” મોમ ” ( મીણબત્તી ) થઇ ગઈ છે. હવે, જે સંસ્કૃતિ માતા પિતા ને મીણબત્તી જેવા અર્ધમૃતપાય  બનાવી દે તેવી સંસ્કૃતિ થી શી અપેક્ષા રખાય. અરે આતો માતા પિતા ની વાત થઇ, પણ આજકાલ તો “ભાઈ” ને ‘બ્રધર’ માંથી ‘બ્રો’ બનાવી દીધા છે અને “બહેન” ને ‘સિસ્ટર’ માંથી ‘સીસ’ બનાવી દીધી છે.
શું આપણે આપણી પોતાની માતા ને અવગણી ને પારકી માતા ને પોતાની માતા ગણી શકવા ના છે ? તો પછી માતૃભાષા પ્રત્યે આવી અવગણના શા માટે ?  પરપ્રાંત સંસ્કૃતિ ની અપનાવવા ની પણ એક હદ હોય. તેનું એક ઉદાહરણ અહી આપી રહ્યો છું જે આજકાલ ના ભારતીય સંસ્કૃતિ માં આવેલ બદલાવ ને છતું કરશે.
ઉદાહરણ :     અહી, માતૃભાષા ગુજરાતી એટલે = આપણી મા
ગુજરાતી સંસ્કૃતિ એટલે      = આપણે એટલે કે વર ( પરણેલ પુરુષ)
અંગ્રેજી સંસ્કૃતિ એટલે કે     =  વધૂ  ( પત્ની )
અંગ્રેજી ભાષા એટલે કે        =  પારકી મા ( સાસુ મા – પત્ની ની માતા )

અહી, હું એ કેહવા માંગું છું કે ૨૫ વર્ષ સુધી આપણે આપણી માતા જોડે વ્યવહાર રાખીને તેની મમતા ને પ્રેમ ને મહત્વ આપતા હોઈએ છીએ. પણ, જયારે લગ્ન થાય છે ત્યાર પછી પત્ની ની માતા પણ આપણી માતા કહેવાય છે ( એટલે કે સાસુમા ). પણ શું તેનો મતલબ એવો થોડો થઇ જાય છે કે તમારી પત્ની તમારી જિંદગી માં આવતા તેની માતા ને જ તમારી માતા ગણી લેવી ને પોતાની સગી મા ને ભૂલી જવું અથવા તો તેને અવગણી નાખવી ?
પણ હા, આજકાલ આપણા હિંદુ સંસ્કૃતિ ને સમાજ માં એવાજ પડઘા પડી રહ્યા છે કે પોતાની માતા બાજુ એ રહે છે અને સાસુમા ના ડંકા વાગે છે.
બસ, આવુજ કંઈક આપણી માતૃભાષા ગુજરાતી જોડે પણ બની રહ્યું છે. તેને અવગણી એ લોકો ફક્ત અંગ્રેજી સંસ્કૃતિ ( વધૂ ) ની માતા અંગ્રેજી ભાષા ( સાસુમા ) ને પોતાની મા બનાવી દીધી છે અને આપણી પોતાની મા ગુજરાતી ભાષા ને બોલતા શરમ અનુભવે છે.

મને તો આવા ગુજરાતીઓ ને ગુજરાતી કેહતા શરમ આવે છે.

તો, મિત્રો તમે શું વિચારો છો આ ” સંદેશ ” દૈનિક ના ” માતૃભાષા નું મોત એટલે સંસ્કૃતિ નું મોત ” ની ચળવળ વિષે ?

About વેદાંગ એ. ઠાકર

હું ગરવી ગુજરાત નો એક વડોદરાવાસી છું. મનગમતી વાતો થી આ બ્લોગ ને સજાવી રહ્યો છું. હાર્દિક સ્વાગત કરું છુ મારા બ્લોગ પર તમારું .આપનો વેદાંગ એ. ઠાકર.
This entry was posted in મારી મનગમતી વાતો and tagged , , , , , , , , , , , , , . Bookmark the permalink.

5 Responses to ગુજરાતી ભાષા બચાવો ચળવળ

 1. Dear Vedangbhai,
  It is indeed nice of you that you are trying to support, protect and revive our mother tongue Gujarati, but .. I feel you’ve been little…. no .. too much negative towards English Language . Learning and knowing English is becoming a global need in today’s world.
  I have studied in English medium too !!!!! I got the chance to learn Gujarati, my Mother tongue just for 4 years of my primary schooling … that to as a second language, and now …you know what I am doing to contribute towards the betterment on Gujarati.
  The Best way what I think is ….start from our own family and children …yet not to deprive them from the Global need ..English Language… and yes French is required too… for European countries.
  Regards,
  Paru Krishnaknt “Piyuni”

 2. Deepak Patel કહે છે:

  વેદાંગભાઈ…..ગુજરાતી ભાષા બચાવો ચળવળ ચલાવવા બદલ હાર્દિક અભિનંદન.

 3. શ્રી વેદાંગભાઇ,
  ગુજરાતી Vs. અંગ્રેજી ભાષા વાળો આપનો લેખ વાંચેલો.અને હવે આ લેખ…
  વાહ ભાઇ…ખુબ સરસ…’મા તે મા’ તેમ ‘ગુજરાતી એ ગુજરાતી’
  આપની વાત સાથે હુ એકદમ સંમત છુ.કદાચ આ લેખ ઉપર ૧ વાર ‘લાઇક’ ના બદલે ‘૧૦’ વાર લાઇક કરી શકાય એવું હોય તો આ લેખ ચોક્કસ કરવા જેવો.(તમે સમજી ગયા હશો હુ શુ કહેવા માંગુ છુ એમ)

  * જય જય ગરવી ગુજરાત *

 4. Ken કહે છે:

  આ વિચારો ……….
  બધાજ રાજ્ય નેતાઓ દિલ્હી રાજભવનમાં ભેગા થાય ત્યારે કયી ભાષા બોલશે?
  જે જવાબ મળે તે ભાષા બાળકોને શીખવવી પડશે.

  ભારતની બધીજ ભાષાઓમાં કઈ ભાષાના મૂળાક્ષરો વિદેશીઓ માટે શીખવામાં સરળ છે?

  ચાલો સાથે પ્રયત્ન કરીએ ગુજરાતીને રાષ્ટ્રલિપિ બનાવવાનો……

  GUJARAT PLUS…

  ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?

  http://kenpatel.wordpress.com/

 5. Saralhindi કહે છે:

  Why not promote India’s simplest Shirorekhaa and Nuktaa free Gujarati script in writing Hindi at national level?
  Why not publish Hindi news papers in Gujarati script?
  How many Gujarati Prachar kendro are there compared to Hindi?
  Hindi and Urdu will make Hamari Boli in Roman script .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s