પોસ્ટ કાર્ડ ની આપવીતી

થોડાક વર્ષો પેહલા આપણને આપણા સ્નેહીજનો ના ખબર અંતર કે તેમની ક્ષેમકુશળતા ના સમાચાર કે પછી આપણા એકબીજાના સારા નરસા પ્રસંગો ના આમંત્રણ કે ખુશખબર દેખાડતી એક છબી હતી ( અને હાલમાં જુજ લોકો વડે ઉપયોગ માં લેવાય છે ), તેનું નામ ” પોસ્ટ કાર્ડ “.

આ પોસ્ટકાર્ડ એટલે પેહલા ના જમાના નું એકબીજાને કાલ્પનિક રીતે રૂબરૂ કરાવતું ” Facebook ” હતું. તે સમયે, કે આજના પણ ઘણા લોકો વડે હજુ પણ ઉપયોગ માં લેવાતું આ પોસ્ટકાર્ડ એ મોકલનાર (લખનાર) અને તેને મેળવનાર (વાંચનાર) બંને ને રોમાંચિત કરી દેતું હતું. આમ તો આ પોસ્ટકાર્ડ છે તો એક સામાન્ય કાગળ ની વસ્તુ. પણ તે, વખત ના લોકો માટે તે પોસ્ટકાર્ડ કોઈ અમુલ્ય વસ્તુ થી વધુ મહત્વ નું હતું.
– જો કોઈને ત્યાં લગ્ન પ્રસંગ લીધો હોય તો કંકોત્રી લખતા પેહલા આ પોસ્ટકાર્ડ લખીને અંગત સંબંધીઓ ને પ્રસંગ લીધા ની જાણ કરતા આમંત્રણ અપાતું હતું. જેને વાંચી ને જે તે સંબંધી હર્ષોઉલ્લાસ થી ખુશી અનુભવતા હતા.
– જો કોઈ સ્વજન દુર રહેતું હોય તો તેના ખબર અંતર તે વખતે ટેલીફોન ની વ્યવસ્થા ન હોવાથી આ પોસ્ટકાર્ડ વડે પૂછવામાં આવતી હતી. અને જયારે જે તે સંબંધી આ પોસ્ટકાર્ડ મેળવી ને વાંચીને તે વ્યક્તિ વડે પુછાયેલ ખબર અંતર થી આનંદિત થઇ ને રૂબરૂ મળ્યા તુલ્ય સમજતા હતા. પેલું ” નામ ” ફિલ્મ નું પંકજ ઉધાસ ના કંઠે ગાયેલું ગીત યાદ છે ને : ” ચિઠ્ઠી આઈ હે આઈ હે ચિઠ્ઠી આઈ હે, બડે દિનો કે બાદ “.
– અરે, આ બધા થી પણ વિશેષ જો આ પોસ્ટ કાર્ડ કોઈના માટે મહત્વ નું હોય તો તે છે આપણા ભારત દેશ નો સૈનિક.પોતાના સ્વજનો થી હજારો કી.મી. દુર સરહદે આપણા દેશ ની રક્ષા કાજે રાત દિન ફરજ પર રેહતા આ જવાનને જયારે તેના કોઈ સ્વજન ના પોસ્ટકાર્ડ મળે છે તો તેની આંખો માં હર્ષ ના ઝળહળિયા આવી જાય છે અને તેની આંખો સામે તેનું ગામ, ઘર, સ્વજનો ના ચેહરા ના દ્રશ્યો તરવરવા માંડે છે. આ પોસ્ટ કાર્ડ માં કાં તો તેને તેના માં-બાપ, પત્ની, કે પછી બાળકો ના ચેહરા ઝાંઝવા ની નીર સમા દેખાય છે. આ છે આ પોસ્ટ કાર્ડ નો અનેરો આનંદ એક ભારતીય સૈનિક માટે.
– આ પોસ્ટ કાર્ડ ફક્ત સારા પ્રસંગ માટે જ નહિ પણ નરસા પ્રસંગોપાત પણ ઉપયોગી થાય છે. જો કોઈ સ્વજન નું મૃત્યુ થયું હોય તો તેની મરણોત્તર ક્રિયા કે પછી બેસણા ના સમાચાર આપવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. જેને વાંચીને સામે પક્ષે વાંચનાર ના આંખો માં શોક ના આંશુ આવી જતા.અને મુમુક્ષુ ની જેમ મનોમન એ આત્મા ને શ્રધાંજલિ આપી દેતા.

આજે જમાનો બદલાઈ ગયો છે. દુનિયા નો આ તો નિયમ બની ગયો છે કે ” સમય ની સાથે પરિવર્તન જરૂરી છે “. આ સમય ના પરિવર્તન નું ભોગ બની ગયું છે આ આપણું સૌનું એકબીજા ની સાથે કાલ્પનિક મેળાપ કરાવનાર વ્હાલું ” પોસ્ટકાર્ડ “. આજકાલ આ પોસ્ટકાર્ડ ની જગ્યાએ સંદેશવાહક બની ગયા છે, ઈ-મેઈલ, ઈ-કાર્ડ, કે પછી ફેસબુક કે ટ્વીટર. આજે, લોકો પોસ્ટકાર્ડ ને ભૂલી ગયા છે અને ઈ-મેઈલ કે પછી ઈ-કાર્ડ વડે એકબીજા જોડે આજની ટેક્નોલોજી ની ભાષા પ્રમાણે ખબર અંતર પૂછી લે છે. અને આજકાલ તો તેનાથી પણ એક કદમ આગળ જઈને ફેસબુક કે ટ્વીટર પર એકબીજા જોડે લાઈવ ચેટ કરીને એકબીજા ના હલચલ પૂછી લે છે. તો હવે તમે જ વિચાર કરો કે આટલી બધી ટેક્નોલોજી વધી ગઈ હોય તો ત્યાં પેલા બિચારા ૬” * ૪” ના પોસ્ટકાર્ડ ને શું કામ કોઈ યાદ કરે ?

મિત્રો, આ ૬” * ૪” ના પોસ્ટકાર્ડ અને તેને આપણા ઘર સુધી પોહ્ચાડનાર ” ટ ” ટપાલી નો “ટ” ની પેહલા ના જમાના માં એટલી આતુરતા થી રાહ જોવાતી હતી કે જો આપણા ઘર પાસે ટપાલી ની સાયકલ ની ઘંટડી નો આવાજ આવે કે ઘર ના નાના મોટા બધાની નજર એ ટપાલી પર મંડાઈ જતી હતી અને દરેક ના મન માં એક પ્રશ્ન ઉદભવતો; આજે મારી કોઈ ટપાલ હશે ?
આજે તો એ બિચારા “ટ”  ટપાલી ના “ટ” ને પણ બધા ભૂલી ગયા છે, કારણકે હવે તેની જગ્યાએ “ક”  કુરિયર નો “ક” આવી ગયા છે, અને ટેક્નોલોજી પ્રમાણે જોઈએ તો “ટ” ટ્વીટર નો “ટ” થઇ ગયો છે.
મિત્રો, તો વાત એમ છે કે મને એક દિવસ આ આપણા ભુલાઈ ગયેલા પોસ્ટકાર્ડભાઈએ જ પોસ્ટકાર્ડ મોકલી ને તેમની આપવીતી કહી. તો તમે, પણ તેના આ દુખ માં ભાગીદાર બનો, તે હેતુસર તેમની આપવીતી તેમનાજ શબ્દો માં આપની સમક્ષ રજુ કરી રહ્યો છું.

———————————————————————————————————————
પ્રિય મિત્ર વેદાંગ,

અત્રે આશા રાખું છું કે ઘર માં સૌ કોઈ કુશળક્ષેમ હશે.
વધુ માં જાણવાનું કે, ઘણા સમય થી આપણો પત્રવ્યવહાર સંપર્ક થયો નથી તેથી મારી જે અવ્લેહના આજકાલ થઇ રહી છે તે મારા દુખ ની લાગણી આપની સામે ઠાલવી રહ્યો છું.આપ મારા એ દુખ ને સમજી શકશો.

કુશળક્ષેમ ના સમાચાર આપનાં  પૂછી  રહ્યો  છું  હું,
પ્રિય મિત્ર  ની  યાદ  આવતા  લખી   ગયો    છું   હું.
આતો  વિધિ  નું  વિધાન  છે  કે તે જીવિત રહ્યો છું હું,
બાકી સંદેશવાહક થકી ક્યારનોય ભુલાઈ ગયો છું હું.
શું કહું મારી  જાહોજલાલી  ના  કહેણ  મારા  મોઢે હું,
આપ સૌ એના ક્ષણેક્ષણ થી પરિચિત છો,જાણું છું હું.
લગ્ન કેરા શુભ પ્રસંગો  ના તેડા  પોકારતો  કોણ,  હું,
સારા પ્રસંગોની જાણ સગાવ્હાલા  ને કરતો કોણ, હું.
વિરહની વેદનાપર શબ્દોરૂપી લેપ લગાડતો કોણ હું,
દુરદુર ના દિલો ને એક કાગળ થકી જોડતો કોણ, હું.
સારા નરસા પ્રસંગો ને તમ રૂબરૂ કરાવતો કોણ, હું,
કાગળકેરા લાગણીઓ ની આપલે કરાવતો કોણ હું.
પણ કોણ  જાણે  સમય ની આ ગતિ ને નડ્યો છું હું,
કે પત્રવ્યવહારમાં વિસ્મરણીય પર્યાય બન્યો છું હું.
જમાનો જોઈ રહ્યો છું  ઈમેઈલ અને  ફેસબુક નો હું,
જોઇનેજ ડઘાઈ ગયો છું મારા પર્યાયની ઝડપથી હું.
માનું છું સમયની સાથે પરિવર્તન ના નિયમ ને હું,
પણ શું એટલો અળખામણો બની ગયો છું આજે હું.
કરો તમે ઈ-મેઈલ કે મળો  તમે ફેસબુક પર આજે,
પણ વર્ષે યાદ કરો મને એક વખત, અરજ કરું છું હું.
આ હતી આપવીતી, મિત્ર રજુ કરું છું તારી સમક્ષ હું
જો લાગણી હોય તો,  એક પત્ર ની આશા રાખું છું હું.

એજ લિ. તારો મિત્ર,
પોસ્ટકાર્ડ.
પોસ્ટ ઓફીસ થી,
વડોદરા.

About વેદાંગ એ. ઠાકર

હું ગરવી ગુજરાત નો એક વડોદરાવાસી છું. મનગમતી વાતો થી આ બ્લોગ ને સજાવી રહ્યો છું. હાર્દિક સ્વાગત કરું છુ મારા બ્લોગ પર તમારું .આપનો વેદાંગ એ. ઠાકર.
This entry was posted in મારી ગદ્ય રચનાઓ and tagged , , , , , , , . Bookmark the permalink.

4 Responses to પોસ્ટ કાર્ડ ની આપવીતી

 1. શ્રી વેદાંગભાઈ,

  કરો તમે ઈ-મેઈલ કે મળો તમે ફેસબુક પર આજે,
  પણ વર્ષે યાદ કરો મને એક વખત, અરજ કરું છું હું.
  આ હતી આપવીતી, મિત્ર રજુ કરું છું તારી સમક્ષ હું
  જો લાગણી હોય તો, એક પત્ર ની આશા રાખું છું હું.
  આપે પોસ્ટ કાર્ડની વેદના કાગળ પર આબેહુબ શણગારી છે
  નવી પેઢીને જુના સમયની યાદ અને વર્ણન ખુબ જ દિલથી
  કર્યું છે.વાહ ભાઈ વેદાંગ…વાહ…વાહ
  તો ચાલો પોસ્ટ કાર્ડ યાદોમાં વસંતના વધામણાં ગાઈએ.

 2. Harshad / Madhav કહે છે:

  વચ્ચે તો મેં એક બ્લોગ પર જોયેલું કે લોકો એ પોસ્ટકાર્ડ ક્લબ ની સ્થાપના પણ કરેલી તેમાં લોકો એક બીજા ની સાથે પોસ્ટકાર્ડ થી જ વાતો કરતા અને નવા નવા સભ્યો પણ બનાવતા.
  ખુબ સરસ વેદાંગભાઈ. ચાલો આપણે પણ પોસ્ટકાર્ડ વ્યવહાર ચાલુ કરીએ.
  માધવ મેજિક બ્લોગ

 3. રૂપેન પટેલ કહે છે:

  વેદાંગભાઈ તમે પોસ્ટ કાર્ડની યાદ તાજી કરાવી દીધી .
  પોસ્ટકાર્ડની શરૂઆત ૧૮૭૯માં થઇ હતી .
  વિશ્વમાં સૌથી વધુ પોસ્ટ ઓફીસ ભારતમાં આવેલી છે.
  પોસ્ટ ઓફીસ વિશે જાણો પોસ્ટ મારા બ્લોગ પરની લીંક http://goo.gl/pySEm
  પહેલા કોઈના મૃત્યુના સમાચારના પત્રમાં મથાળે લખતાં કે લુગડા કે કપડા ઉતારીને વાંચજો એટલે વાંચનારને તરત ખ્યાલ આવી જાય કે કોઈના મૃત્યુના સમાચાર છે .
  મારા મિત્રના ગામનો ટપાલી પોસ્ટકાર્ડ પહેલેથીજ વાંચી લેતો અને કોઇપણ લાભ કે ફાયદાની વાતનું કાર્ડ હોય તો મોં મીઠું કરાવો અગાઉથી કહી દેતો હતો .
  હું મારા મિત્રને ઘણા સમય સુધી પોસ્ટકાર્ડ ના લખું તો તો તે કાગળ લખતો પણ કવર પર ઓછી ટીકીટ લગાડતો જેથી મારે ઓછી ટીકીટના પૈસા મારે ચુકવવા પડતા જેથી એ વાત મને યાદ રહે કે મારે પોસ્ટકાર્ડ લખવાનું છે .
  આર્મીના જવાનો માટે પણ અલગ પોસ્ટ વ્યસ્થા હોય છે .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s