અમારું મંદિર


મારું મૂળ વતન છે ચાંદોદ. જે વડોદરા જીલ્લા ના ડભોઇ તાલુકા માં તથા પૃથ્વી પર ની પાવન પવિત્ર એવી શ્રીનર્મદાજી ના તટ પર આવેલું એક નાનકડું ગામ છે. ચાંદોદ ગામ હાલ ના તબ્બકે નર્મદાજી ના કિનારે સ્નાન કરવા તથા શુભ-અશુભ પૂજા કરાવા માટે પ્રખ્યાત છે. પણ અત્રે જણાવવાનુકે, આ ગામ માં ઘણા પ્રાચીન-અતિપ્રાચીન મંદિરો આવેલા છે. જે ચાંદોદ ની ખરી અસ્મિતા બતાવે છે. રેવાતટ ના બધા તીર્થધામો માં ચાંદોદ એકજ એવું ગામ છે જેમાં શ્રીનર્મદાજી ઉભયતટી છે. જેથી બંને કિનારે થી દર્શનમાત્ર થીજ પવિત્ર કરનારી આ નદીકિનારે આવેલ ચાંદોદ માં આમ તો ઘણાખરા શંકરજી ના મંદિરો વધારે છે, પણ એમાંનું એક એવું વૈષ્ણવ સંપ્રદાયથી સંકાડયેલું શ્રી શેષનારાયણજી નું પવિત્ર મંદિર ચાંદોદ ના એક ઊંચા સ્થાને આવેલું છે. મારું કુટુંબ આ મંદિર ની સેવા કરે છે. અમારા વડીલો અત્યારે ત્યાં મંદિર ની સેવાપૂજા તથા સંચાલન સંભાળી રહ્યા છે.  

This slideshow requires JavaScript.

આ મંદિર ની વિશેષતા એ છે કે મંદિર ૪૫૦ વર્ષો થી પણ જુનું છે. અને એમાં પધરાવેલ શ્રી શેષનારાયણજી ની પાવન મૂર્તિ તો રેવા ખંડ માં વર્ણવ્યા પ્રમાણે ૧૫૦૦ વર્ષો થી પણ પ્રાચીન છે. શ્રી શેષનારાયણજી શ્રી નર્મદાજી ના ચક્રતીર્થ ઘાટે થી સ્વયંભુ પ્રકટ થયેલા છે. સંખેડા ના શ્રીમંત ગાયકવાડ સરકારે ભગવાન ની પ્રેરણા અનુસાર આ અતિપ્રાચીન મંદિર નું નિર્માણ કરેલ છે.
જેમ ડાકોર માં રાજા રણછોડ જે વિશ્વ ના કલ્યાણ તથા ઇચ્છાશક્તિ ને પરિપૂર્ણ કર્તા સ્વયંભુ બિરાજમાન છે. તેમ ચોર્યાશી લક્ષ યોનીમાં માનવ અવતાર મુખ્ય છે જેનો ધ્યેય ફક્ત મોક્ષ છે, તો શાસ્ત્રોમાં, વેદોમાં, તથા પુરાણોમાં જેનો ઉલ્લેખ થયેલ છે તે શંખ-ચક્ર-ગદા અને પદ્મ ધારણ કરેલ છે એવા ચતુર્ભુજ પ્રભુ કે જેની સેવા માટે તેત્રીસ કરોડ દેવતાઓ હરહંમેશ હાજર હોઈ છે એવા શ્રી શેષનારાયણ ભગવાન નું મંદિર આજે ચાંદોદ માં આવતા ભક્તો માટે મોક્ષધામ સમાન બની ગયું છે.
મેં આ મંદિર માટે ની એક વેબસાઈટ બનાવી ને શ્રી શેષનારાયણજી ને આર્પણ કરેલ છે. તો આપ સૌ ને શ્રી શેષનારાયણજી ની વેબસાઈટ જોવા મારી નમ્ર વિનંતી છે. અને મંદિર વિષે ની વધુ માહિતી માટે આપ મારો સંપર્ક પણ સાધી શકો છો.

મંદિર ની વેબસાઈટ : http://sheshnarayan.webs.com/

 

આપ ઈમેઈલ પણ કરી શકો છો : sheshnarayan.chandod@gmail.com
આ મંદિર વિષે ની માહિતી મેળવ્યા બાદ આપ આપની પ્રતિક્રિયા જરૂર થી આપશો એવી આશા સહ

Advertisements

3 Responses to અમારું મંદિર

  1. Devansh Dhrafani કહે છે:

    mare pan tamara e-mail joiye che
    kayk madad karo

  2. MINIVADIYA NAWAZ કહે છે:

    VAH VAH SU VAT CHE VEDANT BHAI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s